બિહાર : બેગુસરાયમાં એક સાયકો કિલરથીના ત્રાસથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે(Psycho killer tortured people in Bihar). સાયકો કિલરે 11 લોકો પર ગોળીબાર કર્યો છે(Psycho killer firing 11 people in Bihar). ઘટના તેઘરા અને બચવારા પોલીસ સ્ટેશન વિસ્તારના NH 28ની છે. ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે 11 લોકોમાંથી એકનું મોત થયું છે(Psycho killer shoot in 1 people died in bihar). મૃતકની ઓળખ ચંદન નામના યુવક તરીકે થઈ છે. ઘાયલ ભરત યાદવને પટના રીફર કરવામાં આવ્યો છે. બચવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોધના પહોંચેલા બેગુસરાયના એસપી યોગેન્દ્ર કુમારે જણાવ્યું કે ગુનેગારોને પકડવા માટે એક ટીમ બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સાયકોએ 11 લોકોને ગોળી મારી પોલીસના જણાવ્યા અનુસાર, લોકોને રસ્તામાં સાયકો કિલરે ગોળી મારીને ઇજાગ્રસ્ત કર્યા છે. આ ફાયરિંગ બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બચવારા પોલીસ સ્ટેશન વિસ્તાર અને તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત NH 28 નજીક બની હતી. ઇજાગ્રસ્તોમાં વિશાલ સોલંકી, રણજીત કુમાર, પ્રશાંત કુમાર રજક, નીતિશ કુમાર, અમરજીત કુમાર, ગૌતમ કુમાર, ભરત યાદવ, જીતુ પાસવાન, દીપક કુમારનો સમાવેશ થાય છે.