- સેટેલાઇટ EOS -01 આજે બપોરે 3.02 વાગ્યે લોંચ કરાશે
- પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ EOS -01
- ઇસરો દ્વારા સેટેલાઇટ લોન્ચ કરાશે
આંધ્રપ્રદેશ : પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ EOS -01 (Earth Observation Satellite EOS-01) ના પ્રક્ષેપણ માટે અંતિમ ગણતરી શરૂ થઈ છે.
આંધ્રપ્રદેશ : પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ EOS -01 (Earth Observation Satellite EOS-01) ના પ્રક્ષેપણ માટે અંતિમ ગણતરી શરૂ થઈ છે.
નવ દેશોના સેટેલાઇટની સાથે EOS -01 લોન્ચ
ઇસરોએ કહ્યું, " PSLV-C 49/EOS -01 મિશન લોન્ચ કરવા માટેની છેલ્લી ગણતરી શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી રાત્રે 1.02 વાગ્યે શરૂ થઈ ગઇ છે." ભારતનું પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ પોતાના 51માં અભિયાનમાં નવ દેશોના સેટેલાઇટની સાથે EOS -01 ને મુખ્ય સેટેલાઇટ તરીકે લોન્ચ કરશે. ઇસરોએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહનો ઉપયોગ કૃષિ, વનીકરણ અને આપત્તિ વ્યવસ્થાપનમાં કરવામાં આવશે.