ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં વિરોધ કરતા ખેડૂતોને હાઈવે તાત્કાલિક ખાલી કરવા સિંઘુ બોર્ડરના સ્થાનિકોએ આપી ચીમકી

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતોએ જે હિંસા કરી તેની સીધી અસર હવે ખેડૂત આંદોલન પર પડતો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સિંઘુ બોર્ડર પર કેટલાક ગામના લોકો એકઠા થઈને ખેડૂત આંદોલન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓ કહી રહ્યા હતા કે, હાઈવેને તાત્કાલિક જ ખાલી કરી દેવામાં આવે.

દિલ્હીમાં વિરોધ કરતા ખેડૂતોને હાઈવે તાત્કાલિક ખાલી કરવા સિંઘુ બોર્ડરની આસપાસના ખેડૂતોની ચીમકી
દિલ્હીમાં વિરોધ કરતા ખેડૂતોને હાઈવે તાત્કાલિક ખાલી કરવા સિંઘુ બોર્ડરની આસપાસના ખેડૂતોની ચીમકી

By

Published : Jan 28, 2021, 6:11 PM IST

  • દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને લોકોએ આપી ધમકી
  • સિંઘુ બોર્ડરની આસપાસના ગામમાં રહેતા ખેડૂતોએ આપી ધમકી
  • પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લામાં થયેલી હિંસાથી આસપાસના ગામના ખેડૂતો નારાજ

ચંડીગઢઃ ગુરુવારે સિંઘુ બોર્ડર પર આસપાસના કેટલાક ગામના લોકો એકઠા થયા હતા. ગામના લોકો સિંઘુ બોર્ડરને ખાલી કરવાની માગ કરી હતી. આ દરમિયાન ગામના લોકોએ 'સિંઘુ બોર્ડર ખાલી કરો'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદથી જ તંત્ર એલર્ટ થઈ ગયું છે. આંદોલન સ્થળ એટલે કે સિંઘુ બોર્ડર પર પોલીસના જવાનોને મોટી સંખ્યામાં તહેનાત કરી દેવાયા છે.

લાલ કિલ્લામાં થયેલી હિંસાથી ગામના લોકો નારાજ

લાલ કિલ્લામાં થયેલી હિંસાને લઈને ગામના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પ્રદર્શનકારીઓની માગ છે કે, તરત જ હાઈવે ખાલી કરવામાં આવે. ખેડૂત આંદોલન વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓમાં હિન્દુ સેના સંગઠન અને સ્થાનિક નાગરિક હતા, જે ત્રિરંગા સાથે આવ્યા હતા.

લાલ કિલ્લામાં ત્રિરંગાનું અપમાન થયુંઃ પ્રદર્શનકારીઓ

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, લાલ કિલ્લામાં ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે, જે અમે સહન નહીં કરીએ. અમે અત્યાર સુધી અહીં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મદદ કરી રહ્યા હતા, પરંતુ પ્રજાસત્તાક દિવસે જે ઘટના થઈ તેનાથી તેઓ ઘણા નારાજ છે.

ખેડૂતોએ જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર કર્યા હતા

જ્યારે ગામના લોકો તરફથી અહીં પ્રદર્શન કરવામાં આવ્યું તો ખેડૂત પ્રદર્શનકારીઓએ પણ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. ખેડૂતો તરફથી જય જવાન-જય કિસાનના સૂત્રોચ્ચાર થયા હતા. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે સૂત્રોચ્ચાર કરનારા બંને પક્ષ સામસામે આવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details