નવી દિલ્હી: સાઉથ આફ્રિકાની ટીમ (India vs South Africa T20 series) ગુરૂવારે સવારે દિલ્હી આવી પહોંચી હતી. IPL 2022માં ભાગ લેનાર ખેલાડી ક્વિંટન ડિકોક, ડેવિડ મિલર અને કગિસો રબાડા ઓલરેડી ભારતમાં છે. હવે તેઓ આ ટુર્નામેન્ટમાં પોતાની ટીમ (The five-match T20I series) સાથે જોડાશે. સાઉથ આફ્રિકા ટીમનું નેતૃત્વ તેમ્બા બાવુમા સંભાળી રહ્યા છે. આ ટુર્નામેન્ટની પહેલી મેચ દિલ્હીના (Arun Jaitley Stadium) અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે
આ પણ વાંચો:પીએમ મોદી બોક્સર નિખાત સહિત અન્ય ખેલાડીઓને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા
નવા ખેલાડીને સ્થાન: ભારત સામેની T20 મેચ સીરિઝ માટે સાઉથ આફ્રિકાની ટીમે ઘણા યુવા અને નવા ચહેરાઓને ટીમમાં સ્થાન આપ્યું છે. જેમાં ટ્રિસ્ટિયન સ્ટબ્સનો પણ સમાવેશ થાય છે. જેને IPL ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન તરફથી રીપ્લેસમેન્ટ તરીકે સામિલ કરાયો હતો. જોકે, તેણે પોતાના પર્ફોમન્સથી ખાસ કોઈ છાપ છોડી નથી. તેણે બે મેચમાં માત્ર બે રન બનાવ્યા છે. હવે એની નજર ભારતીય ક્રિકેટ ટીમ સામે બેસ્ટ પર્ફોમ કરવા પર છે. એનરિક નોત્ર્જેની પણ ટીમમાં વાપસી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાની ઈજાને કારણે ટીમથી દૂર હતો.
વર્લ્ડ રેકોર્ડનો ચાન્સ: ભારતીય ક્રિકેટ ટીમ એક ખાસ રેકોર્ડ કરી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લી 12 T20 મેચમાં આ મેદાન પર જીતી રહી છે. T20માં સતત જીતના મામલે ટીમ ઈન્ડિયા પહેલા ક્રમે છે. આ મામલે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન અને રોમાનિયાની બરોબરી કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ચાન્સ છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લા 12 T20 મેચ જીતી લીધા છે. પહેલી મેચમાં જો તે સાઉથ આફ્રિકાને પરાસ્ત કરે છે તો ભારતીય ક્રિકેટ ટીમના નામે સૌથી વધુ T20 મેચ જીતવાનો રેકોર્ડ બની જશે. ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લી ત્રણેય T20 સીરિઝમાં હરીફ ટીમને ક્લિન સ્વીપ આપી છે.
આ પણ વાંચો:અભિનવ બિંદ્રાએ નીરજ ચોપરાને આપી ખાસ ભેંટ
આ ટીમ પણ વિજેતા: ભારત સિવાય અફઘાનિસ્તાન અને રોમાનિયાએ પણ T20 મેચ જીત્યા છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ અને સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કે.એલ.રાહુલના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા ટુરમાં ત્રણ મેચની વનડે સીરિઝમાં 3-0થી કારમી હારનો સામનો કરવો પડયો હતો. હવે ટીમ ઈન્ડિયા જીતવા માટે મેદાન પર ઊતરશે.
T20 સિરીઝ શેડ્યૂલ
1લી T20I: તારીખ 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી