ભિવંડી: મહારાષ્ટ્રમાં ભિવંડી પોલીસે (Bhiwandi police Maharashtra) સસ્પેન્ડ કરાયેલા ભાજપ પ્રવક્તા નુપુર શર્માને (Summon To Nupur Sharma) નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું છે. નુપુર શર્માએ મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ એક ડિબેટ શૉમાં વાંધાજનક ટિપ્પણી (controversial Statement against Prophet Mohammad) કરી હતી. જેના કારણે દેશના અનેક મહાનગરમાં હિંસા ફાટી નીકળી હતી. મુસ્લિમ સમાજના લોકોએ નુપુર શર્માનો વિરોધ કર્યો હતો. આ માટે રસ્તા પર ઊતરી એને કડક સજા કરવા પણ માંગ કરી હતી. આ સંબંધમાં સોમવારે નિવેદન નોંધવા માટે સમન્સ (Summon Nupur Sharma) પાઠવ્યું છે.
આ પણ વાંચો:શિવલિંગ સાથે તોફાની તત્વોએ કર્યું કંઇક આવું, જેથી લોકોમાં વ્યાપી રોષની લાગણી
નવીન જિંદાલને પણ તેડું: આ ઉપરાંત, ભાજપના કાર્યકર્તા નવીન કુમાર જિંદાલને પણ થાણે જિલ્લાની ભિવંડી પોલીસે મોહમ્મદ પયગંબરની વિરુદ્ધમાં તેમના કથિત વિવાદાસ્પદ ટ્વીટ્સ અંગે તારીખ 15 જૂને તેમનું નિવેદન નોંધાવવા માટે તેડું મોકલ્યું છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ચેતન કાકડેએ આ સમગ્ર સમન્સ અંગે મીડિયાને માહિતી આપી હતી.
આ પણ વાંચો:ઇન્ટરપોલે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ આ કારણોસર રેડ કોર્નર નોટિસ જારી કરાઇ
કોણે કરી ફરિયાદ: ભિવંડી પોલીસે તારીખ 30 મેના રોજ રઝા એકેડમીના પ્રતિનિધિ તરફથી નોંધાવેલી ફરિયાદ બાદ શર્મા વિરુદ્ધ કેસ કર્યો હતો. તેમણે જિંદાલ સામે પણ કેસ નોંધ્યો હતો. અગાઉ, થાણેની મુંબ્રા પોલીસે શર્માને તેણીની ટિપ્પણી પર નિવેદન નોંધવા માટે તારીખ 22 જૂને સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે સંબંધીત ટીવી ચેનલ્સ પાસેથી પણ વીડિયો મંગાવ્યો છે. તારીખ 5 જુનના રોજ ભાજપે નુપુર શર્માને પ્રવક્તા તરીકે સસ્પેન્ડ કરી દીધા હતા. એમની સાથે નવી જિંદાલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.