ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રો. ધનંજય જોશી દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હશે

ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાં(Guru Gobind Singh Indraprastha University) કાર્યરત પ્રોફેસર ધનંજય જોશી દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર બનશે(Professor Dhananjay Joshi First Vice Chancellor of Delhi Teachers University). પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ ટૂંક સમયમાં જ ચાર્જ સંભાળશે.

પ્રો. ધનંજય જોશી દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હશે
પ્રો. ધનંજય જોશી દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હશે

By

Published : Feb 20, 2022, 3:29 PM IST

નવી દિલ્હીઃગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાં(Guru Gobind Singh Indraprastha University) કાર્યરત પ્રોફેસર ધનંજય જોશી દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર બનશે. તેઓ ટૂંક સમયમાં જ ચાર્જ સંભાળશે.(Professor Dhananjay Joshi First Vice Chancellor of Delhi Teachers University) દિલ્હી સરકાર દિલ્હીમાં શરૂ કરી રહી છે. દિલ્હી સરકારે તેના છેલ્લા બજેટમાં આની જાહેરાત કરી હતી. દિલ્હીની આ પહેલી યુનિવર્સિટી હશે જે શિક્ષકોને સંપૂર્ણ રીતે શિક્ષિત કરશે.

18 એકરમાં યુનિવર્સિટીનું થશે નિર્માણ

દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીમાં(Delhi Teachers University) પ્રમાણપત્ર અને ડિગ્રી પ્રોગ્રામ હશે. બક્કરવાલામાં 18 એકર જમીન પર યુનિવર્સિટી માટે કામ શરૂ થયું છે, પરંતુ હાલમાં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તે મોડલ ટાઉનથી કાર્યરત રહેશે.

પ્રો. જોશી ટૂંક સમયમાં જ ચાર્જ સંભાળશે

ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર મહેશ વર્માએ પ્રોફેસર ધનંજય જોશીને દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ યુનિવર્સિટીને નવી ઉંચાઈઓ પર લઈ જવાની દિશામાં કામ કરશે અને દિલ્હી સરકારના સપનાને સાકાર કરશે.

ABOUT THE AUTHOR

...view details