- રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓના એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા
- યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બીવીએ ટ્વિટ કરીને કહ્યું કે, તમે કેટલા ટ્વિટર એકાઉન્ટ બંધ કરશો?
- પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વિરોધના સ્વરૂપે પોતાનો પ્રોફાઇલ ફોટો બદલીને રાહુલ ગાંધીની તસવીર મૂકી છે
નવી દિલ્હી: પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)ના ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવાના વિરોધમાં યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ ટ્વિટર (Twitter) પર પોતાનું નામ બદલીને રાહુલ ગાંધી કરી દીધું છે. એટલું જ નહીં, તેમણે પ્રોફાઇલ ફોટોમાં રાહુલ ગાંધીની તસવીર મૂકી છે.
આ પણ વાંચો-IT પ્રધાન રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ એક કલાક માટે બ્લૉક
કોંગ્રેસી નેતાઓએ પણ પ્રોફાઇલ ફોટો બદલી કર્યો વિરોધ
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) વાડ્રાએ પણ વિરોધના સ્વરૂપે પોતાનો પ્રોફાઇલ ફોટો બદલીને રાહુલ ગાંધીની તસવીર મૂકી છે. અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓએ પણ ટ્વિટરની કાર્યવાહીના વિરોધમાં રાહુલ ગાંધીની તસવીર મૂકીને તેમના નામ બદલ્યા છે. ટ્વિટર માટે પણ આ સ્થિતિ નવી છે અને હવે માઇક્રો બ્લોગિંગ સાઇટ આ કોંગ્રેસ વિરોધી શૈલી પર શું કાર્યવાહી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
અમેરિકામાં ટ્વિટરે નફરતના ફેલાવાને રોકવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કર્યું હતું
યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બીવીએ ટ્વિટ કરીને કહ્યું કે, તમે કેટલા ટ્વિટર એકાઉન્ટ બંધ કરશો? દરેક કાર્યકર રાહુલ ગાંધીનો અવાજ બનશે અને તમને તીખા પ્રશ્નો પૂછશે. ચાલો મળીને આ જન આંદોલનનો ભાગ બનીએ. તેમણે કહ્યું કે, અમેરિકામાં ટ્વિટરે નફરતના ફેલાવાને રોકવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કર્યું, ભારતમાં ટ્વિટરે સરકારના દબાવમાં વિપક્ષનો સૌથી મોટો અવાજ રાહુલ ગાંધી અને અન્ય એકાઉન્ટ પર એ માટે પાબંદી લગાવી છે કારણ કે તેઓ નફરત-અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા હતા.