- ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને પ્રિયંકા મહિલાઓ માટેનો ઘોષણાપત્ર જાહેર કર્યું
- હું એક છોકરી છું, હું લડી શકું છુંઃ પ્રિયંકાનું સુત્ર
- મહિલાઓને નોકરીમાં 40% અનામત મળવી જોઈએઃ પ્રિયંકા
લખનૌ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી(UP Assembly Election 2022) માટે મહિલાઓ માટે ઘોષણાપત્ર જાહેર(Priyanka Gandhi Manifesto) કર્યું. મહિલાઓ માટે કોંગ્રેસના ચૂંટણી ઘોષણાપત્રમાં મહિલાઓની સુરક્ષા,(congress manifesto for women) અને મહિલાઓને નોકરીમાં 40ટકા અનામત(40% reserved for women in jobs) મળવી જોઈએ તેવું પ્રિયંકાએ કહ્યું છે.
કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે વિસ્તૃત તૈચારીઓ
પ્રિયંકા ગાંધી લાંબા સમયથી ઉત્તર પ્રદેશમાં(priyanka gandhi in up) કોંગ્રેસને પુનર્જીવિત કરવામાં વ્યસ્ત છે. ત્યારે તાજેતરમાં જ તેમણે કોંગ્રેસ મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. તેણે એક સૂત્ર આપ્યું છે કે 'હું એક છોકરી છું, હું લડી શકું છું'. મંગળવારે પ્રિયંકા ગાંધીએ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સંબંધિત 'ઇલેક્શન સ્ટ્રેટેજી કમિટી' અને 'ચાર્જશીટ કમિટિ'ના પદાધિકારીઓ અને સભ્યો સાથે બેઠક કર્યા બાદ ચૂંટણી રણનીતિ પર વિચાર મંથન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસનો પ્રચાર ઘરે-ઘરે લઈ જવાની સાથે ચૂંટણી જીતવાની રણનીતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.