- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આકરા મિજાજમાં
- મોદી સરકારને કોરોના મોતના આંકડાઓને લઇ સવાલ કર્યો
- સરકારના આંકડા અને સ્મશાનગૃહો અને કબ્રસ્તાનના આંકડા વચ્ચે કેમ આટલો ફરક છે?
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને નિશાન બનાવી છે. કોરોનાથી થયેલાં મોત અંગે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા પર પ્રિયંકાએ સવાલ ઉઠાવ્યાં છે.
મોતના આંકડાઓના ડેટાનો ઉપયોગ
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને સવાલ કર્યો હતો કે કોવિડ -19ને કારણે થતા મૃત્યુને લઈને સરકારના આંકડા અને સ્મશાનગૃહો અને કબ્રસ્તાનના આંકડા વચ્ચે કેમ આટલો ફરક છે? એટલું જ નહીં, પ્રિયંકાએ એમ પણ કહ્યું કે મોદી સરકારે મોતના આંકડાઓના ડેટાનો જાગૃતિ ફેલાવવા અને કોવિડ વાયરસના ફેલાવાને રોકવાનું સાધન બનાવવાને બદલે પ્રચારનું સાધન કેમ બનાવ્યું? જોકે પ્રિયંકાના ટ્વિટ સંદર્ભે હજી સુધી ભાજપ કે કેન્દ્ર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.