અમદાવાદઃઆગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈ કોંગ્રેસ 125ના લક્ષ્યાંક સાથે મેદાનમાં (Gujarat congress marathon campaign) ઉતરવાની છે, જેને લઈ ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ સાથે જ કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. રાહુલ ગાંધીએ આપેલા આઠ વંચન જનજન સુધી લઇ જવા માટે રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇને પ્રજા સમક્ષ જવાનું નક્કી કરવામાં આવ્યું છે.
નવરાત્રીમાં પ્રિયંકા ગાંધી કરી શકે રોડ શો, ચૂંટણીને લઈ મેરેથોન પ્રચારમાં કોંગ્રેસ - Gujarat assembly election 2022
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ગુજરાત કોંગ્રેસ મેરેથોન બેઠકો (Gujarat congress marathon campaign) અને પ્રચારોમાં લાગી ગઈ છે, ત્યારે આગામી નવરાત્રીમાં રાષ્ટ્રીય કોંગ્રેસના સ્ટાર નેતા પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓ ગુજરાતમાં રોડ શો (Priyanka Gandhi Gujarat Road show) કરે તેવી પ્રબળ શક્યતો જોવા મળી રહી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની બેઠક:ચૂંટણી પહેલા નવરાત્રી અને દિવાળીના આગામી કાર્યક્રમ નક્કી કરાયા હતા. ભારત જોડો યાત્રા અંતર્ગત દરેક તાલુક દીઠ 75 બાઇક રેલીનું આયોજન કરવા આહ્વાન કરાયું હતું. તેમજ આગામી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી રોડ શો (Priyanka Gandhi Gujarat Road show) કરે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. તે પહેલા ગામે ગામ જઇ તૈયારીઓ શરૂ કરવા સૂચનાઓ અપાઇ હતી. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા નવરાત્રી સમયે શક્તિ વંદના કાર્યક્રમ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષે નવરાત્રી અને દિવાળી તહેવાર સુધી કાર્યક્રમની રૂપ રેખા તૈયાર કરી છે. પ્રજાના મુદાઓ પ્રાધાન્ય આપી કાર્યકર્તાઓ કામે લાગી જવા આહ્વાન કરાયું હતું.
કોંગ્રેસના આઠ વંચન ઃકોંગ્રેસ પહેલી વાર 52 હજાર બુથ સુધી કોંગ્રેસના આઠ વંચન (Rahul Gandhi 8 promises) સાથે નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જવાની છે. આ સાથે ભાજપ શાસનની 6 નિષ્ફળતાઓ દર્શાવતી પત્રિકા તૈયાર કરી છે. 52 હજાર બુથ ઇન્ચાર્જને પરિણામ સુધી શું કામગીરી કરવાની છે તેની જવાબદારી પણ સોપાઇ છે. બુથમાં મતદાર યાદીના દરેક પાના દિઠ તે પાના પર જે નામ હોય તેમાંથી એક કાર્યકરને પ્રેઇઝ પ્રભારી બનાવવાનો છે અને તે પ્રેઇઝના 30 મતદારોને મતદાન કરાવાની જવાબાદીર સોંપાશે આવી છે. આ ઉપરાંત મારુ બુથ મારુ ગૌરવ અભિયાન અંતર્ગત દોઢ કરોડ પત્રિકા આપવામાં આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઇ બુથ કાર્યકર્તા આ પત્રિકા આગામી 24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ આપવાનું નક્કી થયું છે.