- નોટબંધીના 5 વર્ષ પૂર્ણ, પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને લીધી નિશાને
- કેન્દ્ર સરકારને પૂછ્યું- નોટબંધી સફળ હતી તો ભ્રષ્ટાચાર, આતંકવાદ પર રોક કેમ ન લાગી?
- કેન્દ્ર સરકારે 8 નવેમ્બર 2016ના નોટબંધીની જાહેરાત કરી હતી
નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ નોટબંધીના 5 વર્ષ પૂર્ણ થવા પર સોમવારના કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે, જો કેન્દ્ર સરકાર (Central Government)નું આ પગલું સફળ હતું તો ભ્રષ્ટાચાર (Corruption) કેમ ખત્મ ન થયો અને આતંકવાદ પર રોક કેમ ન લાગી?
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને ઉઠાવ્યા પ્રશ્ન
કોંગ્રેસ મહાસચિવે પોતાના ટ્વીટમાં નોટબંધીની સફળતા પર પ્રશ્નાર્થ કરતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં મોદી સરકારને પ્રશ્ન કર્યો કે, જો નોટબંધી સફળ હતી તો ભ્રષ્ટાચાર ખત્મ કેમ ન થયો, કાળુનાણું પાછું કેમ ન આવ્યું, અર્થવ્યવસ્થા કેશલેસ કેમ ન થઈ, આતંકવાદ પર ગાળિયો કેમ ન કસાયો, મોંઘવારી પર અંકુશ કેમ ન લાગ્યો?
કોંગ્રેસે નોટબંધીને નિષ્ફળ અને સામાન્ય નાગરિકોને હેરાન કરાવનારી ગણાવી