સવાઈ માધોપુરઃ કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી આજે (બુધવારે) રાજસ્થાનના (Priyanka Gandhi Birthday Celebration In Ranthambore) રણથંભોરમાં પોતાનો 50મો (Priyanka Gandhi Birthday 2022)જન્મદિવસ ઉજવશે. આ માટે તેઓ (Priyanka Gandhi Birthday Celebration In Ranthambore) પરિવાર સહિત રણથંભોર પહોંચી ચૂક્યાં (Priyanka Gandhi In Ranthambore With Husband Robert Vadra) છે. પરિવાર હોટેલ શેર વાઘમાં રોકાયો છે. 50મા જન્મદિવસ પર પ્રિયંકા ગાંધી વર્ચ્યૂઅલ માધ્યમથી બપોરે 12.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.
પ્રિયંકા ગાંધી રણથંભોર આવતા જતા રહે છે
પ્રિયંકા ગાંધી રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન (Priyanka Gandhi In Ranthambore National Park) ફોટોગ્રાફી અને વન્યજીવોને નજીકથી નીહાળવા માટે અહીં આવતાં રહેતાં હોય છે. પરિવાર સહિત પોતાનો ક્વાલિટી ટાઈમ પણ તેઓ અહીં જ પસાર કરે છે. ગયા વર્ષે 28 નવેમ્બરે તેઓ રણથંભોરના પ્રવાસે આવ્યાં હતાં. જોકે, તે સમયે તેમણએ ગુપ્ત પ્રવાસ કરીને રણથંભોરમાં સફારીનો આનંદ ઉઠાવ્યો હતો.
પ્રિયંકા ગાંધીના પરિવારે વાઘના કર્યા દર્શન
પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે પોલીસ સુરક્ષામાં રણથંભોર પહોંચ્યાં હતાં. તેમની સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા (Priyanka Gandhi In Ranthambore With Husband Robert Vadra) પણ હતા. વાડ્રા પરિવારે મંગળવારે સાંજે રણથંભોર ટાઈગર રિઝર્વની મુલાકાત લઈ વન્યજીવોને નજીકથી જોયા હતા. પ્રિયંકા ગાંધીએ પરિવાર સહિત ઝોન 4માં જંગલની મુલાકાત લઈ વાઘ ટી 111 શક્તિ અને તેમના બચ્ચાને જોયા હતા. સાથે જ મલિક તળાવ પર એક વાઘના દર્શન કર્યા હતા. વાઘ, વાઘણ અને બચ્ચાને જોઈને પ્રિયંકા ગાંધીનો પરિવાર ખુશ થયો હતો. મહેમાનોએ વાઘ અને વન્યજીવોને કેમેરામાં કેદ કર્યા હતા.