ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Congress MP suspension : લોકસભાની વિશેષાધિકાર સમિતિએ કોંગ્રેસના ત્રણ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચ્યું - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલિક, ડો. જયકુમાર અને બિજય કુમાર ઊર્ફે વિજય બસંત તેમના વર્તન બદલ અફસોસ વ્યક્ત કરવા સંસદની વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થયા હતા. તેના એક દિવસ બાદ વિશેષાધિકાર સમિતિ દ્વારા કોંગ્રેસના ત્રણેય સાંસદનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

Congress MP suspension
Congress MP suspension

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 12:44 PM IST

નવી દિલ્હી : તાજેતરમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન તેમના અભદ્ર વર્તન માટે અફસોસ વ્યક્ત કરવા સસ્પેન્ડ થયેલા ત્રણ કોંગ્રેસી સાંસદ લોકસભાની વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના એક દિવસ બાદ શનિવારના રોજ લોકસભાની વિશેષાધિકાર સમિતિએ સંસદના કોંગ્રેસી સભ્ય અબ્દુલ ખાલીક અને ડો. કે. જયકુમાર, બિજય કુમાર ઊર્ફે વિજય બસંતનું સસ્પેન્શન પાછું ખેંચી લીધું છે.

સાંસદોના સસ્પેન્શન રદ : ત્રણ વિપક્ષી સાંસદો શુક્રવારના રોજ લોકસભાની વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થયા હતા. તેમણે સંસદ સત્ર દરમિયાન તેમના અભદ્ર વર્તન બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંસદમાં અભદ્ર વર્તનના આરોપમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 18 ડિસેમ્બરના રોડ કોંગ્રેસના ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. જોકે હાલમાં લોકસભાની વિશેષાધિકાર સમિતિએ ત્રણેય સાંસદનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે અને તેનો રિપોર્ટ સ્પીકરને મોકલી આપ્યો છે.

લોકસભા સમિતિનો રિપોર્ટ : રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાંસદોએ ગૃહના અધ્યક્ષને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં ફરી આવું નહીં બને. સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહોના 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાંથી 132 સાંસદને સત્રના અંત સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે લોકસભાના ત્રણ અને રાજ્યસભાના 11 સાંસદોને વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

શું હતો મામલો ?ગયા વર્ષે 13 ડિસેમ્બરના રોજ સંસદના આતંકવાદી હુમલાની 22 મી વરસી પર સંસદની સુરક્ષા ભંગ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની વિપક્ષી સાંસદોની માંગણી કરી હતી. ત્યારબાદ સંસદના 14 દિવસના શિયાળુ સત્ર દરમિયાન સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શુક્રવારના રોજ કોંગ્રેસના ત્રણ સંસદ લોકસભા સમિતિ સમક્ષ હાજર થયા બાદ વિશેષાધિકાર સમિતિએ સાંસદોના સસ્પેન્શનને રદ કરવાનો ઠરાવ અપનાવ્યો હતો.

  1. Supreme Court: કેન્દ્રીય પ્રધાન નિશીથ પ્રમાણિકની ધરપકડ ન કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
  2. Shimla Development Plan : સુપ્રીમ કોર્ટે શિમલા વિકાસ યોજના 2041 ને લીલી ઝંડી આપી

ABOUT THE AUTHOR

...view details