- IRCTCએ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બંધ કરવાનો નિર્ણય લીધો
- 2 એપ્રિલ શુક્રવારથી મુંબઈ-અમદાવાદની તેજસ ટ્રેન થશે બંધ
- લોકડાઉનમાં દેશમાં ચાલતી ત્રણેય ખાનગી ટ્રેનોને રદ કરવામાં આવી હતી
મુંબઇ:મુંબઈમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને કરફ્યૂ લાદવામાં આવ્યું છે. આ દરમિયાન IRCTCએ માહિતી આપી છે કે તેમણે આગામી આદેશો સુધી તેજસ એક્સપ્રેસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો:22 માર્ચ જનતા કર્ફ્યુ, પોરબંદરથી ઉપડતી પાંચ ટ્રેન રદ કરાઇ
તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી
કોરોનાકાળમાં લાદવામાં આવેલા લોકડાઉનમાં દેશમાં ચાલતી ત્રણેય ખાનગી ટ્રેનોને રદ કરવામાં આવી હતી. જેમાં મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ, દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ અને કાશી મહાકાલ એક્સપ્રેસનો સમાવેશ થાય છે, પરંતુ અનલોક શરૂ થતાની સાથે જ મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી. જે ફરી 2 એપ્રિલ શુક્રવારથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ઓખાથી આવતી તમામ ટ્રેન 31 માર્ચ સુધી રદ, રાજકોટ ડિવીઝન દ્વારા લેવાયો નિર્ણય
500 કરોડનું નુકસાન
શરૂઆતમાં ખાનગી ટ્રેન મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. કારણ કે, આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હતી. જો કે, કોરોનાને કારણે આ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાનગી ટ્રેનને અત્યાર સુધીમાં 500 કરોડનું નુકસાન થયું છે.