- બારાબંકીમાં પ્રાઇવેટ બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર
- 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ થયા
- બસમાં 70 મુસાફરો સવાર હતા
ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગુરુવારે વહેલી સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે ટકરાવાના કારણે થયો હતો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે 9 લોકોના મોત થયા. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બસ અને ટ્રક બંને પુરપાટ ઝડપે હતા, જ્યારે સામેથી એક પશું આડુ ઉતરતા બંને ચાલકો એક બિજાનો બચાવ કરવામાં સંતુલન ખોઈ બેસતા જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત કિસાન પથ રિંગ રોડ પર થયો હતો, ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો છે.
બસમાં 70 મુસાફરો સવાર હતા, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત
દર્દનાક માર્ગ અકસ્માત બારાબંકીના દેવા પોલીસ સ્ટેશનના બાબુરી ગામ નજીક થયો હતો. પ્રવાસી બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ ગઈ. ટ્રકમાં રેતી ભરેલી હતી. બસમાં 70 મુસાફરો હતા. ટ્રક અને બસ વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બારાબંકી SP અને DM યમુના પ્રસાદે આ બાબતની પુષ્ટિ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, અકસ્માતમાં 27 લોકો ઘાયલ થયા છે. આમાંથી કેટલાક એવા પણ છે જે ગંભીર રીતે ઘાયલ છે, તેમને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.