ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rising Air Fares: હવે હવાઈ મુસાફરી થશે સસ્તી? ખાનગી એરલાઈન્સોની મહત્વની બેઠક - Rising Air Fares

પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિએ દેશભરમાં વધતા હવાઈ ભાડાના મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટે 5 એપ્રિલે વિવિધ ખાનગી એરલાઈન્સ અને એસોસિયેશન ઓફ પ્રાઈવેટ એરપોર્ટ ઓપરેટર્સ (APAO) ના પ્રતિનિધિઓને બોલાવ્યા છે.

Rising Air Fares:  સંસદીય પેનલે વધતા હવાઈ ભાડા અંગે ચર્ચા કરવા ખાનગી એરલાઈન્સોને બોલાવી
Rising Air Fares: સંસદીય પેનલે વધતા હવાઈ ભાડા અંગે ચર્ચા કરવા ખાનગી એરલાઈન્સોને બોલાવી

By

Published : Apr 4, 2023, 10:36 AM IST

નવી દિલ્હી: વાયએસઆરસીપીના રાજ્યસભાના સાંસદ વિજયસાઈ રેડ્ડીની આગેવાની હેઠળની સંસદીય સ્થાયી સમિતિએ મોટાભાગની ફ્લાઈટ્સ પર વધતા હવાઈ ભાડા અંગે ચર્ચા કરવા માટે વિવિધ ખાનગી એરલાઈન્સના પ્રતિનિધિઓને 5 એપ્રિલે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. પેનલે એસોસિયેશન ઓફ પ્રાઈવેટ એરપોર્ટ ઓપરેટર્સ (APAO) ના પ્રતિનિધિઓને પણ બોલાવ્યા છે. આ મામલા અંગે ઈન્ડિગો, વિસ્તારા, ગોએર, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ સહિતની કેટલીક એરલાઈન્સને ટ્રાન્સપોર્ટ, પર્યટન અને સંસ્કૃતિની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃમહારાષ્ટ્ર એરલાઈનને ધમકીઓ આપવા બદલ ગુજરાતમાંથી ધોરણ 12ના વિદ્યાર્થીની ધરપકડ

વધુ પડતા હવાઈ ભાડા ચિંતાનો વિષયઃ સચિવાલયે તાત્કાલિક જાહેર મહત્વના આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ઘણી ખાનગી એરલાઇન્સ અને APAO ને આમંત્રણ પણ મોકલ્યા છે. સૂત્રોએ કહ્યું, 'આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે કારણ કે તે સામાન્ય માણસના મુદ્દાઓ સાથે જોડાયેલો છે. મોટાભાગની ફ્લાઇટ્સ પર વધુ પડતા હવાઈ ભાડા ચિંતાનો વિષય છે અને તેથી પેનલ સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જવાબ માંગશે અને તેની પાછળનું તર્ક પણ માંગશે.

આ પણ વાંચોઃITBPના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટીકમ સિંહ નેગી ચીન બોર્ડર પર શહીદ, કાલે દેહરાદૂનમાં થશે અંતિમ સંસ્કાર

ફ્લાઇટ ટિકિટ કેટલી મોંઘીઃઉદ્યોગ નિષ્ણાતો માને છે કે, 'વૈશ્વિક સપ્લાય ચેઈનમાં વિક્ષેપ અને ઈંધણના ઊંચા ભાવની સાથે પેસેન્જરની મુસાફરીમાં ભારે વધારો હોવા છતાં એરલાઈન્સ તેમના ભાડામાં ઘટાડો કરે તેવી શક્યતા નથી.' અગાઉ, ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UTB) સેનાના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પ્રશ્ન કર્યો હતો કે, શું સરકારે એરક્રાફ્ટના લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં 30 ટકાનો વધારો અને યુઝર ડેવલપમેન્ટ ચાર્જમાં ચાર ગણો વધારો સૂચવતો ડ્રાફ્ટ પેપર બહાર પાડ્યો છે. ફ્લાઇટ ટિકિટ 30 ટકા મોંઘી કરશે અને શું સરકારે મુસાફરો પર સંભવિત અસરનું મૂલ્યાંકન કર્યું છે?'

ABOUT THE AUTHOR

...view details