ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Prime Minister new record: યુટ્યુબ પર 1 કરોડ સબસ્ક્રાઇબર્સ, પગે લાગતા દિવ્યાંગના વીડિયોને સૌથી વધુ વ્યુઝ મળ્યા - વડાપ્રધાનનો નવો રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુટ્યુબ પર 1 કરોડ સબસ્ક્રાઈબર(Prime Minister Narendra Modi's YouTube subscriber) છે. આ લક્ષ્યને હાંસલ કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા પણ છે. વિશ્વ નેતામાં મોદી પછી બીજા નંબરે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો (Brazilian President Jair Bolsonaro)આવે છે. ભારતમાં નરેન્દ્ર મોદી પછી રાહુલ ગાંધીની યુટ્યુબ સબસ્ક્રાઈબર્સની સંખ્યા સૌથી વધુ છે. રાહુલની ચેનલના 5.25 લાખ સબસ્ક્રાઈબર્સ છે.

Prime Minister new record: યુટ્યુબ પર 1 કરોડ સબસ્ક્રાઇબર્સ, પગે લાગતા દિવ્યાંગના વીડિયોને સૌથી વધુ વ્યુઝ મળ્યા
Prime Minister new record: યુટ્યુબ પર 1 કરોડ સબસ્ક્રાઇબર્સ, પગે લાગતા દિવ્યાંગના વીડિયોને સૌથી વધુ વ્યુઝ મળ્યા

By

Published : Feb 1, 2022, 10:27 PM IST

ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુટ્યુબ પર 1 કરોડ સબસ્ક્રાઈબર(PM Modi Youtube Channel) છે. આ લક્ષ્યને હાંસલ કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા પણ છે. વાડાપ્રધાન મોદી 26 ઓક્ટોબર 2007ના રોજ યુટ્યુબમાં જોડાયા હતા. વિશ્વ નેતામાં મોદી પછી બીજા નંબરે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો (Brazilian President Jair Bolsonaro)આવે છે. તેના 36 લાખ સબસ્ક્રાઈબર્સ છે.

ગુજરાત બજેટ 2011 પર પહેલો વિડીઓ અપલોડ

વડાપ્રધાન મોદી ભલે 2007માં યૂટ્યૂબ પર આવ્યા હોય, પરંતુ તેમણે 4 વર્ષ પછી 18 માર્ચ 2011ના રોજ પહેલો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો ગુજરાત બજેટ 2011-12નો છે. આ વીડિયોને 35,375 લોકોએ જોયો હતો. તેને 1400 લાઈક્સ મળી છે. ત્યારથી તેની ચેનલ પર સતત વીડિયો અપલોડ થતા રહ્યા, જેને લાખો લોકોએ જોયા છે.

સૌથી લોકપ્રિય વીડિયો એક દિવ્યાંગનો

વડાપ્રધાનની ચેનલનો સૌથી લોકપ્રિય વીડિયો એક દિવ્યાંગનો છે. 14 સેકન્ડના આ વીડિયોમાં મોદી એક યુવકને મળી રહ્યા છે. યુવકો મોદી સાથે વાત કરે છે અને બાદમાં તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. આ વીડિયો કાશીનો છે. જે 19 ફેબ્રુઆરી 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતી. તેને 7 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. તેને 11 લાખ લાઈક્સ મળી છે.

164 કરોડથી વધુ વ્યૂઝ

મોદીની યુટ્યુબ ચેનલ નરેન્દ્ર મોદીના નામે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી તેના પર 164 કરોડ 31 લાખ 40 હજાર 189 વ્યુઝ હતા. તે આ ચેનલ પરથી PMO ઈન્ડિયા, ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party), યોગા વિથ મોદી અને Exam Warriors Mantraj YouTube ચેનલનો પણ પ્રચાર કરે છે. તેઓ તેમની ચેનલ પર સરકાર સંબંધિત યોજનાઓ, લાઈવ ઈવેન્ટ્સ પણ બતાવવામાં આવે છે.

આ પણ વાંચોઃBudget Session 2022: રાહુલ ગાંધીએ પેગાસસ મામલે કહ્યું - "મોદી સરકારે દેશદ્રોહ કર્યો"

મોદી પછી કયા નેતાના સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ?

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો નરેન્દ્ર મોદી પછી યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ સાથે બીજા સૌથી મોટા નેતા છે. તેના 36 લાખ સબસ્ક્રાઈબર્સ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર યાદીમાં ત્રીજા નંબર પર છે. તેના 30.7 લાખ સબસ્ક્રાઇબર્સ છે. આ પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને છેલ્લે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આવે છે.

ભારતમાં મોદી પછી રાહુલ ગાંધીના વધુ સબસ્ક્રાઈબર

ભારતમાં નરેન્દ્ર મોદી પછી રાહુલ ગાંધીનીયુટ્યુબ સબસ્ક્રાઈબર્સની સંખ્યા સૌથી વધુ છે. રાહુલની ચેનલના 5.25 લાખ સબસ્ક્રાઈબર્સ છે. જ્યારે શશિ થરૂર 4.39 લાખ સબસ્ક્રાઇબર સાથે ત્રીજા નંબરે છે અને અસદુદ્દીન ઓવૈસીના 3.73 લાખ સબસ્ક્રાઇબર છે.

આ પણ વાંચોઃPm Modi on Budget 2022: લોક મૈત્રીપૂર્ણ અને આત્મનિર્ભર ભારતનું બજેટ, પીએમ મોદીએ કહ્યું

ABOUT THE AUTHOR

...view details