કચ્છ: વડાપ્રધાન આજે કચ્છના (Pm modi kutch visit) પ્રવાસે હોય, ત્યારે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પાછળના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સભામાં લાખો લોકો ઉત્સાહ સાથે ઉમટ્યા હતા. વડાપ્રધાન મુલાકાત માટેનો ઉત્સાહ અનેક લોકોએ વિવિધ રીતે પ્રદર્શિત કર્યો હતો.
સરકરી યોજનાનું પોસ્ટર બન્યો આ વ્યક્તિ આ પણ વાંચો:દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે, અમિત શાહ
ગાંધીધામના નાગરિક સંજય ગોસાઈએ લોકજાગૃતિના સંદેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તસવીર (Modis picture printed on shirts) તેમજ વિવિધ સરકારી યોજનાઓ શર્ટ પર પ્રિન્ટ કરાવી હતી. જેમાં સ્વચ્છ ભારત, નલ સે જલ વગેરે યોજનાના પ્રસાર સાથે બેટી બચાવોનો સંદેશ (shirts with welfare schemes of india) આપ્યો હતો.
સરકરી યોજનાનું પોસ્ટર બન્યો આ વ્યક્તિ આ પણ વાંચો:એશિયા કપમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ, ભારતની પ્રથમ બોલિંગ
તેમણે આ શર્ટ એક જ દિવસમાં બનાવ્યું છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓની (Govt schemes on shirt) નોંધ લીધી છે. તેમજ શર્ટની પાછળની બાજુ નરેન્દ્રભાઈ મોદીનો સાફો પહેરેલી તસવીર આબેહૂબ પ્રિન્ટ કરી છે. સાથે જ વંદે માતરમનો નારે પણ આપ્યો હતો.