- વડાપ્રધાન આજે 6 રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે યોજશે બેઠક
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની ત્રીજી લહેરને લઇ યોજશે બેઠક
- વધા કોરોના કેસ મુદ્દે વડાપ્રધાન દ્વારા કારયુ બેઠકનું આયોજન
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી કોરોનાની ત્રીજી લહેરના ડર અને બીજી લહેરને રોકવા માટે રસીકરણ અભિયાન સંદર્ભમાં સતત સમીક્ષા બેઠક યોજી રહ્યા છે, ત્યારે થોડા દિવસ પહેલા વડાપ્રધાને પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ સાથે (શુક્રવારે) વડાપ્રધાન આજે 6 રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરવા જઇ રહ્યા છે. ત્યારે આ રાજ્યો તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને મહારાષ્ટ્ર છે. આ 6 રાજ્યોમાં ફરીથી કોરોના સંક્રમણના વધા કેસ મુદ્દે કેસને લઇને વડાપ્રધાનની વર્ચુઅલ બેઠક સવારે 11 વાગ્યાથી શરૂ થશે.
વડાપ્રધાને કોરોના નિયમોનું પાલન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી
મંગળવારે પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં PM મોદીએ પર્વતો અને બજારોમાં વધી રહેલી ભીડ અને કોરોના નિયમોનું પાલન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર ભાર મૂકવાનું પણ કહ્યું હતું.