ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વેબિનારને સંબોધિત કરશે, કેન્દ્રિય બજેટ અંગે આપશે માહિતી - Budget

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક વેબિનારને સંબોધિત કરશે, જેમાં વડાપ્રધાન કેન્દ્રિય બજેટ 2021-22ના મહત્ત્વના મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ કરશે. આ વેબિનારમાં વડાપ્રધાન વિવિધ મંત્રાલયોના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વેબિનારને સંબોધિત કરશે, કેન્દ્રિય બજેટ અંગે આપશે માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વેબિનારને સંબોધિત કરશે, કેન્દ્રિય બજેટ અંગે આપશે માહિતી

By

Published : Feb 16, 2021, 10:48 AM IST

  • વેબિનારમાં વિવિધ મંત્રાલયોના અધિકારીઓ સાથે ચર્ચા કરાશે
  • વિભિન્ન ક્ષેત્રોના વિશેષજ્ઞો સાથે પણ ચર્ચા વિચારણા કરાશે
  • વડાપ્રધાન વેબિનારમાં 200થી વધારે લોકોને કરશે સંબોધિત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ 2021-22ની મહત્ત્વની બાબતો અંગે આજે વેબિનારના માધ્યમથી વિચાર વિમર્શ કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ વેબિનારમાં 200થી વધારે લોકો ભાગ લેશે. આ વેબિનારમાં નાણાંકીય સંગઠનો, અનેક ફંડના પ્રતિનિધિ, પરામર્શદાતા અને વિષયોના નિષ્ણાતો પણ જોડાશે.

વડાપ્રધાન વિવિધ મંત્રાલયોના અધિકારીઓ સાથે ચર્ચા કરશે

આ ઉપરાંત વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વેબિનારમાં કેન્દ્રિય બજેટ 2021-22ની અસરકારક રૂપરેખા અંગે વિચાર વિમર્શ કરશે. આ વેબિનાર બપોરે 4 વાગ્યે યોજાશે. આ ઉપરાંત વેબિનારમાં વડાપ્રધાન વિકાસની ગતિ અને ગુણવત્તામાં સુધારો, અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રમાં નિવેશ અંગે ચર્ચા કરશે. ત્યારબાદ બે સત્ર યોજાશે, જેમાં વડાપ્રધાન વિવિધ મંત્રાલયોના અધિકારી, વિભિન્ન ક્ષેત્રોના વિશેષજ્ઞો સાથે ચર્ચા કરશે.

ABOUT THE AUTHOR

...view details