ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. રવિવારે ભારતમાં કોરોના વાઇરસના નવા 93,249 કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક જ દિવસમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા છે.

કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન મોદીની ઉચ્ચસ્તરીય બેઠક યોજી
કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન મોદીની ઉચ્ચસ્તરીય બેઠક યોજી

By

Published : Apr 4, 2021, 3:06 PM IST

  • કેન્દ્રીય સચિવ અને આરોગ્ય સચિવ ઉચ્ચસ્તરીય બેઠકમાં રહ્યા હાજર
  • રવિવારે દેશમાં કોરોનાના નવા 93,249 કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં 513 દર્દીઓના થયા મોત

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રિય સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ, કેન્દ્રીય આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ શામેલ થયા હતા.

આ પણ વાંચોઃ રાજ્યમાં કુલ રસીકરણ આંક 69 લાખને પાર, ગુજરાત દેશમાં બીજા નંબરે

દેશમાં મૃત્યુઆંક 1,64,623 પર પહોંચ્યો

રવિવારે ભારતમાં કોરોના વારઇરસના નવા 93,249 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક જ દિવસમાં કોવિડ-19ના કેસની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે દેશમાં કોરોના વાઇરસના કુલ કેસનો આંકડો 1,24,85,509 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે આઠ વાગ્યા સુધી જારી કરેલા આંકડા મુજબ 19 સપ્ટેમ્બરથી કોરોના વારઇરસના આજે રવિવારે સૌથી વધુ કેસ નોંધાયા છે. 19 સપ્ટેમ્બરના રોજ કોવિડ-19ના 93,337 કેસ નોંધાયા હતા. મળતી માહિતી મુજબ રવિવારે કોરોના વાઇરસને કારણે વધુ 513 લોકોનાં મૃત્યું થયા હતા, દેશમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુઆંક વધીને 1,64,623 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ કોરોના બેકાબૂ બનતા MPમાં ત્રીજા સપ્તાહનું લોકડાઉન જાહેર કરાયું

ABOUT THE AUTHOR

...view details