ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Narendra modi in Telangana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે તેલંગાણામાં જનસભા, પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને કરશે સંબોધન

30 નવેમ્બરે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, જેના માટે તમામ પક્ષો મતદારોન રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે મતદારોને આકર્ષવા માટે ભાજપ તરફથી ખુદ પ્રધાનમંત્રી મોદીએ મોરચો સંભાળ્યો હોય તે રીતે તાબડતોબ રેલીઓ કરી રહ્યાં છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી ફરી એક વખત તેલંગાણાની મુલાકાતે આવી રહ્યાં છે, છેલ્લાં એક સપ્તાહમાં તેઓ બીજી વખત તેલંગાણામાં પ્રચાર અર્થે આવી રહ્યાં છે.

PM Narendra modi in Telangana
PM Narendra modi in Telangana

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 12:11 PM IST

Updated : Nov 11, 2023, 12:17 PM IST

હૈદરાબાદ: એક અઠવાડિયામાં બીજી વખત અને છેલ્લા દોઢ મહિનામાં ચોથી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી તેલંગાણાની મુલાકાતે આવી રહ્યાં છે,. પ્રધાનંમત્રી મોદી શનિવારે તેલંગાણાના પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધશે. પ્રધાનમંત્રી મોદીની જનસભાને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે.

PMની જનસભા: 'અનાગરિના વરગલા વિશ્વરૂપા સભા'ના નેજા હેઠળ યોજાઈ રહેલી આ જનસભામાં વડાપ્રઘાન મોદી સંબોઘન કરશે. પીએમ રાજ્યમાં અનુસૂચિત જાતિના વર્ગીકરણ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી પણ અપેક્ષા છે. આ જાહેર સભાનું આયોજન મડીગા આરક્ષણ પોરાતા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ભાજપની તેલંગાણામાં રણનીતિ: મહત્વપૂર્ણ છે કે, 30 નવેમ્બરે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી, જેમાં BC અને SC બંનેનું સમર્થન મેળવવાના હેતુ સાથે, ભાજપ વ્યૂહાત્મક રીતે તેમના સમર્થન માટે પ્રયાસો કરી રહ્યું છે.

તેલંગાણામાં ભાજપનો દાવ: નોંધનીય છે કે, 7 નવેમ્બરે, વડાપ્રધાન મોદીએ તેલંગાણાના LB સ્ટેડિયમ ખાતે જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણ સાથે 'આત્મગૌરવ સભા' ને સંબોધિત કરી હતી. ભાજપે પહેલેથી જ જાહેરાત કરી છે કે જો આગામી ચૂંટણીમાં પાર્ટી સત્તા પર આવશે તો તે તેલંગાણાના મુખ્ય પ્રધાન તરીકે બીસીને બનાવશે.

પીએમની તાબડતોબ રેલીઓ: મહત્વપૂર્ણ છે કે, 30 નવેમ્બરે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, જેના માટે તમામ પક્ષો મતદારોન રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે મતદારોને આકર્ષવા માટે ભાજપ તરફથી ખુદ પ્રધાનમંત્રી મોદીએ મોરચો સંભાળ્યો હોય તે રીતે તાબડતોબ રેલીઓ કરી રહ્યાં છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી ફરી એક વખત તેલંગાણાની મુલાકાતે આવી રહ્યાં છે, છેલ્લાં એક સપ્તાહમાં તેઓ બીજી વખત તેલંગાણામાં પ્રચાર અર્થે આવી રહ્યાં છે.

  1. તેલંગાણામાં ગ્રામીણોએ બનાવ્યું અભિનેતા સોનૂ સૂદનું મંદિર
  2. વડાપ્રધાનના સંબોધનથી તેલંગાણા સરકારને લાગશે ફટકો, સાંભળો મહત્વના મુદ્દાઓ : LIVE
Last Updated : Nov 11, 2023, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details