અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા (PM Modi arrived Gujarat) છે. બે દિવસીય પ્રવાસને લઈ અમદાવાદ એરપોર્ટ (Pm modi ahmedabad airport) પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી એરપોર્ટથી સીધા રાજભવન માટે રવાના થયા હતા.. જ્યાં તેઓ રાત્રિરોકાણ કરવાના છે. તો બીજી તરફ બીજા દિવસે નિયત કાર્યક્રમ પ્રમાણે PM મોદી વડોદરા (Pm modi Vadodara) અને અન્ય સ્થળોએ હાજરી આપશે.
માતાને મળવાનો હરખ આંખામં લઈ ગુજરાત પહોચ્યા પીએમ આ પણ વાંચો:Agnipath Protest: પોલીસની "અગ્નિપરીક્ષા", "અગ્નિપથ" પર સળગ્યુ હરિયાણા
અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યના પ્રોટોકોલ પ્રધાન જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનને આવકાર્યા હતા.
માતાને મળવાનો હરખ આંખામં લઈ ગુજરાત પહોચ્યા પીએમ આ પણ વાંચો:રજનીકાંત સાથે મુવી કરનાર ઐશ્વર્યા હવે શેરીઓમાં સાબુ વેચે છે