ગુજરાત

gujarat

ETV Bharat / bharat

President of Brazil Lula da Silva : વડાપ્રધાન મોદીએ બ્રાઝિલને G20 જૂથ 2024ની અધ્યક્ષતા સોંપી - બ્રાઝિલને G20 જૂથ 2024ની અધ્યક્ષતા સોંપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બ્રાઝિલને G20 જૂથની અધ્યક્ષતા સોંપી હતી. 2024 G20 સમિટ હવે બ્રાઝિલમાં યોજાશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ પીએમ મોદી પાસેથી પરંપરાગત ગિવેલ સ્વીકારી હતી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2023, 3:39 PM IST

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે G20 જૂથના અધ્યક્ષપદને સ્થાનાંતરિત કરતી વખતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડી સિલ્વાને પરંપરાગત ગિવેલ (એક પ્રકારનો હથોડો) સોંપ્યો હતો. આ પ્રસંગે લુલા ડી સિલ્વાએ ઉભરતી અર્થવ્યવસ્થાઓના હિતોને લગતા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે ભારતની પ્રશંસા કરી હતી. G20 સમિટના સમાપન સત્રમાં મોદીએ આ જૂથના પ્રમુખપદ માટે બ્રાઝિલને ભેટ આપી હતી અને શુભેચ્છાઓ આપી હતી.

2024માં બ્રાઝિલ G20ની અધ્યક્ષતા કરશે : બ્રાઝિલ આ વર્ષે 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે G20 જૂથનું પ્રમુખપદ સંભાળશે. લુલા ડી સિલ્વાએ આ પ્રસંગે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના હિતોને લગતા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાના ભારતના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો. લુલા ડી સિલ્વાએ G20 પ્રાથમિકતાઓ તરીકે સામાજિક સમાવેશ, ભૂખ સામેની લડાઈ, ઊર્જા સંક્રમણ અને ટકાઉ વિકાસને સૂચિબદ્ધ કર્યા.

બ્રાઝિલના રાષ્ટ્રપતિનું નિવેદન : તેમણે કહ્યું કે, યુએન સુરક્ષા પરિષદને તેની રાજકીય તાકાત જાળવી રાખવા માટે કાયમી અને અસ્થાયી સભ્યો તરીકે નવા વિકાસશીલ દેશોની જરૂર છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું કે, "અમે વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં વિકાસશીલ દેશો માટે વધુ પ્રતિનિધિત્વ ઇચ્છીએ છીએ."

વડાપ્રધાન મોદીનું નિવેદન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'જેમ કે તમે બધા જાણો છો કે નવેમ્બર 2023 સુધી G20ની અધ્યક્ષતાની જવાબદારી ભારતની છે. આ બે દિવસમાં તમે બધાએ ઘણા સૂચનો અને પ્રસ્તાવો આપ્યા. અમારી ફરજ છે કે અમે જે સૂચનો કરીએ છીએ તેની પુનઃ તપાસ કરીએ જેથી તેમની પ્રગતિને કેવી રીતે ઝડપી બનાવી શકાય. હું દરખાસ્ત કરું છું કે અમે નવેમ્બરના અંતમાં G20નું વર્ચ્યુઅલ સત્ર યોજીએ.

  1. G20 Summit 2nd day: PM મોદીએ G20 સમિટના સમાપનની જાહેરાત કરી
  2. G20 Summit: ભારત મંડપમમાં ભરાયા પાણી, કોંગ્રેસે વીડિયો શેર કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો

ABOUT THE AUTHOR

...view details