ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશના પ્રધાન વિજય કશ્યપનું કોરોનાથી નિધન - Uttar Pradesh Minister Vijay Kashyap

ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં રાજ્ય પ્રધાન વિજય કશ્યપનું નિધન કોરોનાના સંક્રમણને કારણે થયું છે. વિજય કશ્યપની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ મુઝફ્ફરનગરની ચરથાવલ વિધાનસભાના ધારાસભ્ય હતા.

Vijay Kashyap
Vijay Kashyap

By

Published : May 19, 2021, 7:53 AM IST

  • ઉત્તર પ્રદેશના પ્રધાન વિજય કશ્યપનું કોરોનાથી નિધન
  • વિજય કશ્યપની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન અને ભાજપના ધારાસભ્ય વિજય કશ્યપનું મંગળવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કોરોના વાઈરસના સંક્રમણને કારણે નિધન થયું હતું. મુઝફ્ફરનગરમાં ચરથાવલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કશ્યપ છેલ્લા કેટલાક દિવસોથી મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તેઓએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: IMAના પૂર્વ અધ્યક્ષ અને પદ્મશ્રી ડો. કે. કે. અગ્રવાલનું કોરોનાથી નિધન

વિજય કશ્યપ લોકહિતના કાર્યો માટે સમર્પિત હતા: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ભાજપના નેતા પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વિજય કશ્યપ લોકહિતના કાર્યો માટે સમર્પિત હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, ' ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ સરકારમાં અને પ્રધાન વિજય કશ્યપ જીના નિધનથી ખૂબ જ દુ:ખ થયું. તે જમીન સાથે સંકળાયેલા નેતા હતા અને હંમેશાં લોકહિતના કામમાં સમર્પિત હતા. દુ:ખના આ સમયે તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ! '

આ પણ વાંચો: કોરોના વાઈરસથી સંક્રમિત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન

ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહે પણ વિજય કશ્યપના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન વિજય કશ્યપનું નિધન અત્યંત દુ:ખદ છે. જનસેવા તેમજ સંગઢન પ્રત્યે તેમનું સમર્પણ હંમેશા અમારી સ્મૃતિમાં રહેશે. તેમના પરિજનો તેમજ સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યો છું. ભગવાન શોકગ્રસ્ત પરિવારને શક્તિ આપે.

ABOUT THE AUTHOR

...view details