ગુજરાત

gujarat

ETV Bharat / bharat

G20 Summit in India : 21મી સદી વિશ્વને નવી દિશા બતાવવાનો યોગ્ય સમય - PM મોદી - આફ્રિકન યુનિયન

આજે દિલ્હી ખાતે G20 સમિટ અંતર્ગત વિશ્વભરના નેતા ભારતના મહેમાન બન્યા છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓને સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું કે, G20 ની ભારતની અધ્યક્ષતા દેશની અંદર અને બહાર સૌના સાથનું પ્રતીક બની ગઈ છે. આ સંમેલન ભારતમાં લોકોનું G 20 સંમેલન બની ગયું છે.

G20 Summit in India
G20 Summit in India

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 3:07 PM IST

નવી દિલ્હી : ભારતમાં G20 સમિટની ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે. કાર્યક્રમની શરૂઆત પહેલા પીએમ મોદીએ ભારત મંડપમમાં તમામ વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને સંબોધિત કર્યો હતો. G20 સમિટની કાર્યવાહી શરૂ કરતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, હું મોરોક્કોમાં ભૂકંપના કારણે થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કરવા માંગુ છું. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમામ ઈજાગ્રસ્ત લોકો બને તેટલા જલ્દી સ્વસ્થ થઈ જાય. આ મુશ્કેલ સમયમાં ભારત તરફથી મોરોક્કોને શક્ય તમામ મદદ કરીશું. આપણે બધા સાથે મળીને સંકટનો સામનો કરીશું.

આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ ? G20 સમિટમાં સ્થાયી સભ્યપદ માટે સૌપ્રથમ આફ્રિકન યુનિયનને આમંત્રિત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, બધાની સાથે એકતાની ભાવના સાથે ભારત દેશ તરફથી આફ્રિકન યુનિયનને G20 માં કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું માનું છું કે આ પ્રસ્તાવ પર આપણે સૌ સહમત છીએ. આપ સૌની સંમતિથી કાર્યવાહી શરૂ કરીને આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ પર તરીકે જોડાવા આમંત્રિત કરવામાં આવે છે.

વિશ્વમાં વિશ્વાસનું નવું સંકટ ઊભું થયું છે. આખી દુનિયા નવા ઉકેલો માંગી રહી છે. 21મી સદી વિશ્વને નવી દિશા બતાવવાનો મહત્વપૂર્ણ સમય છે. --નરેન્દ્ર મોદી (વડાપ્રધાન, ભારત)

વડાપ્રધાનનું સંબોધન : G20 કોન્ફરન્સના પહેલા દિવસે PM મોદીએ કહ્યું કે, આ તે સમય છે જ્યારે જૂની સમસ્યાઓ આપણી પાસેથી નવા પડકારોની માંગ કરી રહી છે. તેથી જ આપણે આપણી જવાબદારીઓને નિભાવીને આગળ વધવું જોઈએ. માનવ-કેન્દ્રિત અભિગમથી જોઈએ તો, જો આપણે કોવિડ-19 ને હરાવી શકીએ તો આપણે યુદ્ધને કારણે ઊભા થતા વિશ્વાસના અભાવને પણ દૂર કરી શકીએ.

G20 સૌના સાથનું પ્રતીક : G20 કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, G20 ની ભારતની અધ્યક્ષતા દેશની અંદર અને બહાર સૌના સાથનું પ્રતીક બની ગઈ છે. આ સંમેલન ભારતમાં લોકોનું G 20 સંમેલન બની ગયું છે. તેની સાથે કરોડો ભારતીયો જોડાયેલા છે. દેશભરના 60 થી વધુ શહેરોમાં 200 થી વધુ બેઠકો યોજવામાં આવી છે. સૌના સાથની ભાવનામાં ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે, આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્યપદ આપવામાં આવે. હું માનું છું કે આપણે બધા આ પ્રસ્તાવ સાથે સંમત છીએ.

  1. G20 Summit Delhi : G20 સમિટમાં છવાયો આ ગુજ્જુનો રંગ, જુઓ G20 થીમ આધારિત અદભુત કાર
  2. India America Relation : US અને ભારતે WTO વિવાદના સમાધાનની જાહેરાત કરી

ABOUT THE AUTHOR

...view details