હૈદરાબાદઃ વર્ષ 2024ની શરુઆતમાં વડા પ્રધાન મોદી દેશના 100મા સ્વતંત્રતા દિવસ સુધી ભારતને 30 ટ્રિલિયન ડોલરની અર્થ વ્યવસ્થા બનાવવાનો રોડમેપ રજૂ કરી શકે તેવી આશા છે. ભારતની અગ્રણી થિંક ટેન્ક નીતિ આયોગ 2047 સુધી આ પરિવર્તન કેવી રીતે લાવી શકાય તેનો વ્યાપક રોડ મેપને તૈયાર કરવામાં જ છે.
વર્તમાનમાં 3.7 ટ્રિલિયન ડોલરની સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા આપણું ભારત છે. જે 2030 સુધીમાં જર્મની અને જાપાનથી આગળ નીકળી જાય તેવું અનુમાન છે. નીતિ આયોગનું અનુમાન છે કે 2030-2040 વચ્ચે 9.2 ટકા, 2040-2047 વચ્ચે 8.8 ટકા અને 2030-2047 વચ્ચે 9 ટકાના દરે વૃદ્ધિ થવી જરુરી છે.
જો કે વિઝન 2047ને સાકાર કરવા ગરીબી, બેરોજગારી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ ક્ષેત્રે ખામીઓ, અપૂરતી પાયાની સગવડો, વધતું વ્યક્તિગત દેવું અને આવક અસમાનતાઓ જેવા વ્યાપક મુદ્દાઓ સામે લડી રહેલ રાષ્ટ્ર માટે આ એક મહત્વનો પડકાર છે. ભારતના આ મહત્વકાંક્ષી દ્રષ્ટિકોણની સફળતા માટે આ પડકારોનું સમાધાન જરુરી છે. અત્રે એ યાદ રાખવું જરુરી છે કે ઐતિહાસિક રીતે કોઈ અર્થ વ્યવસ્થાને નિમ્ન સ્તરથી ઉચ્ચ સ્તર સુધી લઈ જવામાં મધ્યમ આવક જાળમાં ફસાઈ જવાનું જોખમ રહેલું છે.
દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ બંને દેશોને અર્થ વ્યવસ્થા નિમ્ન સ્તરથી ઉચ્ચ સ્તર સુધી લઈ જવામાં મધ્યમ આવક જાળમાં જ ફસાઈ જવાનું જોખમ નડ્યું હતું. તેથી ભારત મધ્યમ સ્તરમાં ન ફસાઈ જાય તે માટે જાગૃતિ પૂર્વકના પ્રયત્નો જરુરી છે. મધ્યમ આવક જાળ એટલે મધ્યમ આવકવાળો દેશ વધતા ખર્ચ અને અપૂરતી આવકને લીધે ઉચ્ચ સ્તરીય અર્થ વ્યવસ્થામાં પરિવર્તન પામી શકતો નથી.
આ સંભવિત ખતરાથી બચવા માટે ભારતે કૃષિથી ઔદ્યોગિક અર્થ વ્યવસ્થા તરફ ઝડપી પરિવર્તન લાવવું જ રહ્યું. આવક અસમાનતાને દૂર કરવી જ રહી. ભૌતિક તેમજ માનવ રોકાણમાં વૃદ્ધિ કરવી જ રહી. આ ઉપરાંત ન્યૂનતમ વેતન નીતિ જેવી સામાજિક નીતિઓનું અમલીકરણ પણ આવશ્યક છે. ઉત્પાદન લાગતને ઘટાડવાના રસ્તા શોધવાથી નિકાસ પ્રતિસ્પર્ધામાં વધારો થાય છે અને સ્થાનિક રોજગારમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે.
આ રીતે સતત નિકાસ વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે નવી પ્રક્રિયાઓ અને બજારોને શોધવા બહુ જરુરી છે. ઉલ્લેખનીય છે કે સંશાધન કેન્દ્રિત આર્થિક પ્રણાલિથી વધેલ ઉત્પાદકતા અને નવાચાર પર આધારિત પ્રણાલિમાં પરિવર્તન આ સંદર્ભમાં મહત્વપૂર્ણ છે.
ભારતમાં 30 વર્ષથી ઓછી ઉંમરના કુલ 65 ટકાથી વધુ યુવાઓ છે. ડ્રીમ ઈન્ડિયા@2047 વિઝનને પ્રાપ્ત કરવામાં આ વર્ગ મોટી ભૂમિકા ભજવી શકે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ડિજિટલ પ્રવાહ અને નવાચારની ભાવના સાથે તેઓ સામાજિક પરિવર્તન લાવી શકે છે. એક લાઈવ સ્ટાર્ટઅપ ટેકનોલોજીકલ સિસ્ટમ બનાવી શકે છે. જેનાથી મહત્વના સામાજિક મુદ્દાઓનું સમાધાન કરી શકાય.
ડિજિટલ યુગમાં ટેકનોલોજીના ઉપયોગથી યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી સામાજિક પરિવર્તન લાવી શકે છે. તેમનો અવાજ બુલંદ કરી શકે છે. તેઓ સમુદાયોમાં એક્તા લાવી શકે છે. ઈન્ફોસિસના પૂર્વ અધ્યક્ષ એન આર નારાયણ મૂર્તિએ તાજેતરમાં જ આ ઐતિહાસિક લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યુવાનો કેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેના પર નિવેદન આપ્યું હતું. નારાયણ મૂર્તિએ આપણા દેશના યંગ બ્રેઈનને જોશપૂર્ણ અપીલ કરી હતી. તેમણે આગામી 20થી 50 વર્ષ સુધી દરરોજ 12 કલાક કામ કરવા માટે અસાધારણ સમર્પણ માટે પ્રતિબદ્ધ થવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે એવી આશા જણાવી કે આ રીતે નિરંતર પ્રયત્નો કરવાથી ભારત વિશ્વ સ્તરે ઉચ્ચ અર્થ વ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન બનાવી શકશે. જો કે તેમની ક્ષમતાને સાકાર કરવા માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી ઉદ્યોગો અને નાગરિક સમાજના સહયોગાત્મક પ્રયાસોની આવશ્યકતા છે. ઝડપથી વિક્સિત થઈ રહેલ દુનિયામાં યુવાઓને આગળ વધવા માટે કૌશલ્ય વિકાસ, વ્યવસાયિક પ્રશિક્ષણ અને અનુસંધાનમાં રોકાણની આવશ્યકતા છે.
તેમણે જણાવ્યું કે આપણે જેમ જેમ ભારત દેશના 100મા જન્મ દિવસ તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ યુવાઓએ આપણા સપનાના મશાલ વાહક અને પરિવર્તનના ઉદ્દિપકના રુપમાં સ્વીકાર કરવા રહ્યા. ડો. એ પી જે અબ્લદુલ કલામ કહેતા કે પરિવર્તન માટે સપનામાં પરિવર્તન લાવો. જેનાથી વિચારમાં પરિવર્તન આવશે. ત્યારબાદ કાર્યમાં પરિવર્તન આવશે. છેવટે આપમા દેશના યુવાનો ડ્રીમ ઈન્ડિયા@2047 વિઝનને સાકાર કરી શકશે. આવો આપણે એકત્ર થઈએ, યુવાનોને પ્રેરિત કરીએ અને એક એવા ભવિષ્ય તરફ માર્ગ બનાવીએ કે જ્યાં ભારત આશા અને પ્રગતિના કિરણ સ્વરુપે ચમકે.
ચીન દ્વારા સંરચનાત્મક પડકારોન સામનો કરવા સાથે ભારત યુવા આબાદી અને વિશાળ ડોમેસ્ટિક બજાર સાથે વિદેશી રોકાણ માટે એક આકર્ષક ગંતવ્યના સ્વરુપે ઉભરી રહ્યો છે. જો કે ભારતે લોજિસ્ટિક અને પાયાગત માળખાની મર્યાદાઓ, ભ્રષ્ટાચાર અને કપરા નિયામક વાતાવરણ જેવા હર્ડલનો સામનો કરવો પડી રહ્યો છે. જે એક મજબૂત વિનિર્માણ કેન્દ્રના વિકાસમાં અવરોધ સમાન છે.
વધુ જનસંખ્યાનો લાભ હોવા છતાં ભારત ચીનની સરખામણીમાં ઉપેક્ષાકૃત ઉચ્ચ નિરક્ષરતા દર અને ગરીબીથી લડી રહ્યો છે. વર્લ્ડ બેન્કે વેપારમાં સરળતા મામલે ભારતને 63મુ સ્થાન આપ્યું છે. જ્યારે ચીન 31મા નંબરે છે.
ભારતની અર્થ વ્યવસ્થા કોમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેર, ડ્રગ્સ અને ફાર્માસ્યૂટિકલ, કેમિકલ ઈન્ડસ્ટ્રી જેવા સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ભારતના નાણાંકીય વર્ષ 2023માં પ્રત્યક્ષ વિદેશી રોકાણ પ્રવાહ આ ચાર સેક્ટરમાં કુલ રોકાણના 75 ટકા કરતા વધુ હતો. સર્વિસ સેક્ટર એક પ્રમુખ સેક્ટર છે. જે દેશની જીડીપીમાં 50 ટકાથી વધુ યોગદાન આપે છે. ભારત પોતાની અર્થ વ્યવસ્થાને ઉદ્યોગ અને વિનિર્માણમાં સ્થળાંતરિત કરવામાં સક્ષમ છે કે નહિ આ મોટાભાગે રાજકીય નિર્ણયો અને ભવિષ્યની તકો પર નિર્ભર કરશે.
ડ્રીમ ઈન્ડિયા@2047 વિઝન યોજના ભારતને એક વિક્સિત રાષ્ટ્રના રુપમાં વિક્સિત કરવા માટે મહત્વપૂર્ણ રોડમેપના રુપે પ્રસ્તુત કરે છે. મહત્વપૂર્ણ સુધારા, આર્થિક પરિવર્તન અને આવક અસમાનતાઓથી નિપટવા માટે ભારતની નિરંતર વૃદ્ધિ મહત્વપૂર્ણ છે. સરકાર માટે પોતાના રાજકીય ઝુકાવો છતાં આ બ્લૂપ્રિન્ટ પ્રતિ પ્રતિબદ્ધતાને બનાવી રાખવા માટે ઉલ્લેખિત ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે સતત ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે.
આ ઉપરાંત વૈશ્વિક પરિવર્તનો અને અપ્રત્યાશિત ઘટનાઓના જવાબમાં નિયમિત પૂનર્મૂલ્યાંકન અને અનુકૂલનશીલતા યોજનાની સફળતા માટે મહત્વપૂર્ણ છે. આ અનિવાર્યતાઓ પર ધ્યાન આપીને ભારત આર્થિક સમૃદ્ધિ અને વિકાસની દિશામાં પોતાની યાત્રા નક્કી કરવા માટે તૈયાર છે.
- PM મોદીનો આધ્યાત્મિક મંચ પરથી મોટો રાજકીય દાવ, 29 રાજ્યો સુધી પહોંચાડી પોતાના 'મનની વાત'
- PM Modi in Jharkhand: વડા પ્રધાન મોદી ઝારખંડથી વિક્સિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવશે, ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ પણ આપશે