ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત - PM Modi Family car Accident

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો (Prahlad Modi's car met with an accident) કર્ણાટકના મૈસુરમાં અકસ્માત થયો હતો. તેઓ પોતાના પરિવાર સાથે કારમાં મૈસુરથી બાંદીપુર જઈ રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી. પ્રહલાદ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ છે. મંગળવારે આ ઘટના હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત

By

Published : Dec 27, 2022, 4:41 PM IST

મૈસુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની (PM's brother and his family ) કારનો કર્ણાટકના મૈસુરમાં (Prahlad Modi's car met with an accident) મંગળવારે અકસ્માત થયો હતો. મંગળવારે સવારે જ્યારે તેઓ પોતાના પરિવાર (Prahlad Modi Mysore) સાથે મૈસુરથી બાંદીપુર જઈ રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી. જે કારનો અકસ્માત થયો છે એમાં કુલ ચાર વ્યક્તિઓ બેઠેલી હતી. મૈસુર સિટીની બહારના વિસ્તારમાં હાઈવે પર આ કારનો અકસ્માત થયો છે.

આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ

ગંભીર ઈજા:આ મર્સિડિઝ બેન્ઝની SUV કારમાં પ્રહલાદ મોદીના (Pm Modi Brother Car Accident) પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર પણ હતો. આ અકસ્માતમાં પ્રહલાદ મોદી, એના પુત્રવધૂ અને પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે ડ્રાઈવર સત્યનારાયણને સામાન્ય ઈજા થઈ છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા સીમી લટકર યુદ્ધના ઘોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મૈસુરની જેએસએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે તેમણે મુખ્યપ્રધાન કાર્યાલયને પણ જાણ કરી છે.

આ પણ વાંચો: ટ્રેન અકસ્માતના બનાવો વધ્યા, નવસારીમાં એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ચડતા યુવાનનું મૃત્યુ

હોસ્પિટલમાં એડમીટ:આ અકસ્માતમાં ઈજા પામેલા તમામ સભ્યોને મૈસુરની JSS હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. પ્રહલાદ મોદીના ચહેરા પર ઈજા થઈ છે. જ્યારે પુત્રવધૂને માથાના ભાગમાં ઈજા પહોંચી છે. જ્યારે પૌત્રને પગના ભાગે ઈજા પહોંચી છે. જ્યારે પ્રહલાદભાઈના પુત્રને સામાન્ય ઈજા પહોંચી છે. પ્રહલાદ મોદી ગુજરાત ફેરપ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના વડા છે. તાજેતરમાં મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.3

ABOUT THE AUTHOR

...view details