ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આભમાં અવસર અને આંખમાં જ અંબર, વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મકર સંક્રાંતિની આપી શુભકામનાઓ - Prime Minister Modi wished

દેશભરમાં આજે મકરસંક્રાંતિ, પોંગલ સહિતના અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ તેમજ ગૃહ પ્રધાન અમિત શાહે પણ દેશવાસીઓને મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છા પાઠવી છે.

મોદી
મોદી

By

Published : Jan 14, 2021, 1:46 PM IST

ન્યુઝ ડેસ્ક :સમગ્ર દેશમાં આજે મકર સંક્રાતિની સાથોસાથ પોંગલ, માઘ બિહુ સહિત અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને તહેવારની શુભકામના પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકર સંક્રાતિની શુભકામના આપતા ટ્વિટ કર્યું કે, દેશવાસીઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ.

આભમાં અવસર અને આંખમાં જ અંબર

વડાપ્રધાન મોદીએ અન્ય એક ટ્વીટ ગુજરાતીમાં કર્યું જેમાં લખ્યું કે, પતંગનો ઓચ્છવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! વર્ષ 2021ની ઉત્તરાયણ આપ સહુ માટે આરોગ્યવર્ધક, ઉત્સાહસભર અને પ્રગતિનાં નવાં સોપાનો સર કરાવનાર બની રહે-હૃદયની શુભેચ્છાઓ‌..!

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ગુજરાતીમાં ટ્વીટ કરીને મકર સંક્રાંતિની શુભકામનઓ પાઠવી હતી. તેઓએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે. ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. ગૃહ પ્રધાને આ ઉપરાંત માઘ બિહુ અને પોંગલની શુભકામનાઓ આપતા પણ ટ્વીટ કર્યું છે.કેન્દ્રીય ગુહપ્રધાન અમિત શાહ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતીમાં ટ્વીટ કરીને મકર સંક્રાંતિની શુભકામનઓ પાઠવી

ABOUT THE AUTHOR

...view details