- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે સમીક્ષા બેઠક કરશે
- 18 સપ્ટેમ્બરે યોજાનારી સચિવો સાથેની બેઠક સાંજે યોજાશે
- બેઠકના કાર્યસૂચિ વિશે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી નથી
નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે સમીક્ષા બેઠક યોજશે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન પરિષદના સભ્યો સાથે યોજાયેલી 'ચિંતન શિબિર' બાદ વડાપ્રધાને આ સમીક્ષા બેઠક બોલાવી છે. 18 સપ્ટેમ્બરે યોજાનારી સચિવો સાથેની બેઠક સાંજે યોજાશે. બેઠકના કાર્યસૂચિ વિશે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી નથી.
આ પણ વાંચો:પ્રધાનપદ ગુમાવ્યા બાદ ધારાસભ્યોએ કઈ રીતે ઉજવ્યો વડાપ્રધાન મોદીનો જન્મદિવસ?
સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાના પગલા
કોરોનાના પગલે લોકોના જીવન તેમજ અર્થવ્યવસ્થા પર અસર ઘટાડવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઘણા મહત્વના પગલાં પણ લીધા છે.