તિરુપતિઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા હતા. આજે સોમવારે સવારે તેમણે વેંકટેશ્વર સ્વામીની સેવામાં ભાગ લીધો હતો. TTDના અધ્યક્ષ ભૂમના કરુણાકર રેડ્ડી, EO ધર્મા રેડ્ડી અને પૂજારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. TTD અધિકારીઓએ મંદિર મહાદ્વારમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા.
વડાપ્રધાન મોદીએ તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા, દેશના કલ્યાણની કામના કરી - શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન
પીએમ મોદીએ આંધ્રપ્રદેશ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બાલાજી મંદિરમાં શ્રી વેંકટેશ્વર સ્વામીના આશિર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમણે સૌને શુભકામનાઓ પાઠવી હતી.
Published : Nov 27, 2023, 9:26 AM IST
દેશના કલ્યાણની કામના કરી : વડાપ્રધાન મોદી રવિવારે રાત્રે શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કરવા તિરુમાલા પહોંચ્યા હતા. હૈદરાબાદથી રેનીગુંટા એરપોર્ટ પર પહોંચેલા વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી અને રાજ્યપાલ અબ્દુલ નઝીરે સ્વાગત કર્યું હતું. એરપોર્ટની બહાર ભાજપના નેતાઓ અને ચાહકોની ભીડ જોવા મળી હતી. મોદીએ વાહનમાંથી જ તેમનું અભિવાદન કર્યું હતું. રોડ માર્ગે તિરુમાલા પહોંચ્યા પછી, TTD EO ધર્મા રેડ્ડીએ રચના ગેસ્ટ હાઉસમાં વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. રચના ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરીને મોદી સોમવારે સવારે તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામીની સેવામાં જોડાયા હતા.