- આજે વડાપ્રધાન મોદી કરશે મન કી બાત
- સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદી કરશે મન કી બાત
- હોળી પર્વ અને કોરોના મુદ્દે કરી શકે છે વાત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે માસિક કાર્યક્રમ મન કી બાતમાં 75મી વખત દેશવાસીઓને સંબોધન કરશે. હોળી, કોરોનાના વધતા કેસોને લઈને અને ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન મોદી 'મન કી બાત'માં દેશવાસીઓ સાથે વાત કરશે. ચૂંટણી દરમિયાન વિપક્ષોએ મન કી બાત કાર્યક્રમ અંગે પહેલાથી જ અનેક પ્રશ્રો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મન કી બાત અંતર્ગત દેશની જનતાને સંબોધન
ગત આવૃતિમાં તમિલ ભાષા ન શીખા શિખ્યાની કરી હતી વાત
આ અગાઉ ગયા મહિને 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે પાણીના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પાણી એક રીતે આરસ કરતા પણ વધારે મહત્વનું છે. ઉપરાંત તમિળ ભાષાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તમિળ એક એવી સુંદર ભાષા છે, જે આખી દુનિયામાં લોકપ્રિય છે. મેં મારી જાતને કહ્યું કે, મારી એક ખામી એ છે કે હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિળ શીખવા માટે પ્રયત્નો કરી શક્યો નહીં, હું તમિળ શીખી શક્યો નહીં.