ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ ઓલ્મપિક ખેલાડીઓ સાથે કરી મોકળા મને વાત - Neeraj Chopra

આજે વડાપ્રધાન મોદી(Prime Minister Modi)એ એક ટ્વીટ કરી હતી જેમા તેંમણે ઓલ્મપિક ખેલાડીઓ સાથેની વાતો અને તેનો કાર્યક્રમનો વીડિયો શેર કર્યો હતો.

pm
વડાપ્રધાન મોદીએ ઓલ્મપિક ખેલાડીઓ સાથે કરી મોકળા મને વાત

By

Published : Aug 18, 2021, 11:31 AM IST

Updated : Aug 18, 2021, 11:41 AM IST

  • વડાપ્રધાન મળ્યા ઓલ્મપિકપ્લેઅર્સને
  • ખેલાડીઓ સાથે કરી વાત
  • ઓલ્મપિકખેલાડીઓને આપ્યો જુસ્સો

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Modi)એ બુધવારે ટ્વિટર પર ભારતીય ઓલિમ્પિક ટુકડી સાથેની તેમની વાતચીતનો એક ભાગ શેર કર્યો હતો. વીડિયોમાં પીએમ ટોક્યો ઓલિમ્પિક બરછી ફેંક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા, તીરંદાજ દીપિકા કુમારી, સિલ્વર મેડલ જીતનાર કુસ્તીબાજ રવિ દહિયા અને ફેન્સીંગ કરવા વાળી ભવાની દેવી સાથે વાત કરતા જોઈ શકાય છે. વીડિયોનું કેપ્શન છે, 'આઈસ્ક્રીમ અને ચુર્મા ખાવાથી લઈને સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે વાત કરવા સુધી. પ્રેરક પ્રવચનોથી લઈને હળવા દિલની ક્ષણો સુધી ,જ્યારે મને ટોક્યો 2020ની ભારતીય ટુકડીનું આયોજન કરવાની તક મળી ત્યારે શું થયું તે જુઓ. ? '

જીત કે હારને મન પર ભારે ન થવા દો

વડાપ્રધાને સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપરાને કહ્યું, 'તમે તમારા માથા પર જીતને માથા પર હાવી નથી થવા દેતા અને હારને મન પર ભારી ન થવા દેતા. નોંધપાત્ર બાબત એ છે કે નીરજે 87.58 મીટર ફેંકીને ઓલિમ્પિક ગેમ્સની પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. ઓલિમ્પિક ઇતિહાસમાં એથ્લેટિક્સ ઇવેન્ટમાં ભારત દ્વારા જીતવામાં આવેલ આ પહેલો ગોલ્ડ મેડલ છે. પીએમે કહ્યું કે તીરંદાજ દીપિકાએ હિંમત નથી હારી. દીપિકા ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતી શકી નહોતી, જોકે ટોક્યોમાં તે દેશ માટે મેડલની આશા હોવાનું માનવામાં આવતું હતું.

આ પણ વાંચો : ભારતને મળશે પ્રથમ મહિલા CJI, ગુજરાતનના પણ 1 મહિલા ન્યાયમૂર્તિના નામની ભલામણ કરવામાં આવી

આવનાર પેઢી શીખશે

પીએમએ દીપિકાને કહ્યું કે ખેલાડીએ ક્યારેય આશા ન ગુમાવવી જોઈએ. ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ તલવારબાજ ભવાની દેવીને પીએમ તરફથી વિશેષ પ્રશંસા મળી. તેમણે કહ્યું, 'તમારું યોગદાન છે કે તમે દેશની યુવા પેઢી ને આ રમત અપનાવવા માટે પ્રેરિત કર્યા છે.'

Last Updated : Aug 18, 2021, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details