- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં કર્યું સંબોધન
- કોરોનાકાળમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો: નરેન્દ્ર મોદી
- હવે દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં કહ્યું કે, દેશમાં કોરોના વેક્સિનેશન ડ્રાઈવને અણધારી સફળતા મળી છે. ભારતે કોરોનાકાળમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. હવે દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો: કચ્છના માતાના મઢ ખાતેથી મળ્યું જેરોસાઇડ, NASAના વૈજ્ઞાનિકો આવીને કરશે સંશોધન
100 કરોડ વેક્સિનેશનનો આંકડો મોટો, પણ આપણે પાર પાડ્યો
વડાપ્રધાને કહ્યું કે, 100 કરોડ વેક્સિન ડોઝ બાદ આજે દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણી વેક્સિનેશન ડ્રાઈવની સફળતા ભારતના સામર્થ્યને દર્શાવે છે. તેમણે કહ્યું કે, 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો ખૂબ મોટો જરૂર છે. હું આપણા દેશ અને દેશના લોકોની ક્ષમતાઓથી પરિચિત છું. હું જાણતો હતો કે, આપણા હેલ્થકેર વર્કર્સ દેશવાસીઓના વેક્સિનેશનમાં કોઈ કરકસર નહીં રાખે.
આ પણ વાંચો:Ind vs Pak: 5 વર્ષ, 7 મહિના અને 5 દિવસ બાદ આજે યોજાશે મહાસંગ્રામ