ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પી વી નરસિમ્હા રાવની 100મી જન્મજંયતી પર વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજંલી - પૂર્વ વડા પ્રધાન પી વી નરસિમ્હા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ પૂર્વ વડા પ્રધાન પી વી નરસિમ્હા (P V Narasimha Rao) રાવને તેમની 100 મી જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પી હતી અને રાષ્ટ્રીય વિકાસમાં તેમના વિસ્તૃત યોગદાનને યાદ કર્યું હતું.

પી વી નરસિમ્હા રાવની 100મી જન્મજંયતી પર વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજંલી

By

Published : Jun 28, 2021, 11:48 AM IST

  • વડા પ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને આપી શ્રદ્ધાજંલી
  • આજે નરસિમ્હા રાવની 100મી જન્મજંયતી
  • ભારત તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે : મોદી

દિલ્હી: પૂર્વ વડા પ્રધાન પી વી નરસિમ્હા રાવ(P V Narasimha Rao)ને તેમની 100 મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ સોમવારે કહ્યું કે ભારત, રાષ્ટ્રીય વિકાસમાં તેમના પ્રદાનના યોગદાનને યાદ રાખશે.

પી વી નરસિમ્હા રાવની 100મી જન્મજંયતી પર વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજંલી

આ પણ વાંચો : મોદી કેબિનેટનું વિસ્તરણ : 27 સાંસદ પ્રધાન પદની રેસમાં

પ્રખર જ્ઞાની

1991માં વડા પ્રધાનપદ લીધા પછી સંપૂર્ણ પાંચ વર્ષની મુદત ગાળનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા રાવ, ભારતીય અર્થવ્યવસ્થાને ઉદાર બનાવવાનો શ્રેય તેમના ફાળે જાય છે. મોદીએ ટ્વીટ કર્યું, "ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી પી.વી. નરસિંમ્હા રાવ જીને તેમની 100 મી જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ. ભારત, રાષ્ટ્રીય વિકાસમાં તેમના પ્રદાનને યાદ રાખશે. તેઓ જ્ઞાન અને બુદ્ધિના ધની હતા" વડા પ્રધાને ગયા વર્ષના તેમના રેડિયો પ્રસારણ, મન કી બાતની એક ક્લિપ પણ શેર કરી હતી, જેમાં તેમણે રાવને પ્રિય શ્રદ્ધાંજલિ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details