- વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી વિશેષ તાલીમ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ
- કોરોનાના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે તૈયાર કરાયેલી ક્રેશ ફોર્સની PMએ કરાવી શરૂઆત
- 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રોમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોનાના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે. આ શુભારંભની સાથે 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રોમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રસંગે કેન્દ્રિય કૌશલ વિકાસ અને સાહસિકતા પ્રધાન મહેન્દ્રનાથ પાંડેય પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો-સંયુક્ત રાષ્ટ્રની વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાને કચ્છના બન્ની ગ્રાસલેન્ડના વિકાસ અંગેનો ઉલ્લેખ કર્યો
સારવાર અને સાવધાની સાથે પડકારોનો સામનો કરવા માટે તૈયારી વધારવી પડશેઃ વડાપ્રધાન
વડાપ્રધાને કહ્યું હતું કે, આ વાઈરસ અમારી વચ્ચે હજી પણ છે અને આના મ્યુટન્ટ હોવાની પણ સંભાવના છે. આ માટે દરેક સારવાર અને સાવધાની સાથે આવનારા પડકારોનો સામનો કરવા માટે આપણે દેશની તૈયારીને વધારવી પડશે. આ લક્ષ્ય સાથે દેશમાં એક લાખ ફ્રન્ટલાઈન વોરિયર તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે. ક્રેશ કોર્સ અંગે વડાપ્રધાને કહ્યું હતું કે, આ અભિયાનથી કોરોના સામે લડી રહેલા હેલ્થ સેક્ટરના ફ્રન્ટલાઈન ફોર્સને નવી ઉર્જા મળશે. આપણા યુવાઓ માટે રોજગારની નવી તક પણ બનશે.