ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ 9.5 કરોડ ખેડૂતોને PM કિસાન સન્માન નિધીનો આઠમો હપ્તો આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધીનો આઠમો હપ્તો જાહેર કર્યો છે. આ સાથે જ 9.5 કરોડથી વધુ ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાથી વધારે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ 9.5 કરોડ ખેડૂતોને PM કિસાન સન્માન નિધીનો આઠમો હપ્તો આપ્યો
વડાપ્રધાન મોદીએ 9.5 કરોડ ખેડૂતોને PM કિસાન સન્માન નિધીનો આઠમો હપ્તો આપ્યો

By

Published : May 14, 2021, 12:06 PM IST

  • વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો 8મો હપ્તો જાહેર કર્યો
  • 9.5 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારોને યોજના અંતર્ગત 20,000 કરોડ રૂપિયાની ધનરાશિ અપાઈ
  • ધનરાશિ ડીબીટી માધ્યમથી લાભાર્થીઓના બેન્ક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો 8મો હપ્તો 9.5 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારોને આપ્યો હતો. આ સાથે જ આ પરિવારોને 20,000 કરોડ રૂપિયાની ધનરાશિ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અક્ષય તૃતીયા, પરશુરામ જયંતિ તેમજ ઈદની પાઠવી શુભેચ્છા

ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળે છે

આપને જણાવી દઈએ કે, આ યોજના અંતર્ગત કેટલાક અપવાદોને છોડીને ખેડૂતોના પરિવારોની આવકમાં 6,000 રૂપિયાની વાર્ષિક સહાયતા આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત 4 મહિને 2,000-2,000 રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે. આ ધનરાશિ ડીબીટી માધ્યમથી લાભાર્થીઓના બેન્ક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃનિઃશુલ્ક કોવિડ રસીકરણ અંગે વિપક્ષ પાર્ટીઓએ વડાપ્રધાન મોદીને લખ્યો સંયુક્ત પત્ર

વડાપ્રધાને લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી

વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું હતું કે, વડાપ્રદાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધીનો 8મો હપ્તો જાહેર કરશે. આ સાથે જ તેઓ લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.

ABOUT THE AUTHOR

...view details