- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ઇન્વેસ્ટર સમિટને સંબોધી
- આ કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો હતો, રુપાણી રહ્યા ઉપસ્થિત
- વડાપ્રધાનની ઉપસ્થિતિમાં દેશ માટેની નવી સ્ક્રેપ પોલિસી જાહેર
ગાંધીનગર: કેન્દ્ર સરકાર (Central Govt) આજથી 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી (Scrap Policy) જાહેર કરી. ગાંધીનગર (Gandhinagar)થી કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી (Union Transport Minister Nitin Gadkari) નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો જ્યાં વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ વીડિયો કોન્ફરન્સથી હાજરી આપી હતી.
અલંગમાં સ્થપાશે દેશનો સૌપ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ
દેશનો સૌપ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં સ્થપાશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં પહેલાથી જ જૂના વાહનોના ભંગાર માટે કોઇ સિસ્ટમ ન હોવાથી તેનો ઉપયોગ ચાલુ રહેતો હતો અને આવા વાહનો પ્રદુષણમાં વધારો કરતા હતા ત્યારે દેશમાં વાહનોના સ્ક્રેપ દ્વારા નવો ઉદ્યોગ વિકસે તે દિશામાં ભારત સરકારે આ પોલિસી જાહેર કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
- નવી સ્ક્રેપિંગ પોલિસી વેસ્ટ વેલ્થના મંત્રને આગળ ધપાવશે. આગામી 25 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વના છે, જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે તે મુજબ આપણે ફેરફારો કરવા પડશે આપણે આબોહવા પરિવર્તનના પડકારનો પણ સામનો કરી રહ્યા છીએ, તેથી આપણા હિતમાં મોટા પગલા લેવા જરૂરી છે.
- સ્ક્રેપ કરેલા વાહન માટે પ્રમાણપત્ર ઉપલબ્ધ થશે, રજિસ્ટ્રેશન મની પર ડિસ્કાઉન્ટ નવું વાહન ખરીદવા પર મળશે અને રોડ ટેક્સ પર પણ છૂટ મળશે. પીએમ મોદીએ કહ્યું કે વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કર્યા બાદ વાહનોને રદ કરવામાં આવશે, ત્યારબાદ આગળની પ્રક્રિયા કરવામાં આવશે.
- આ યોજનાથી ઓટો-મેટલ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, તેમજ સ્ક્રેપિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને મોટો ફાયદો મળશે. પીએમ મોદીએ કહ્યું કે, ઉદ્યોગ પાસે આગામી 25 વર્ષ માટે આત્મનિર્ભર ભારતનો રોડમેપ હોવો જોઈએ. જૂની નીતિઓ બદલવી પડશે અને નવી નીતિ પર કામ કરવું પડશે.