નવી દિલ્હીઃપેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન લોકોને વધુ એક મોંઘવારીનો સામનો કરવો પડશે. તાજેતરમાં સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરની (commercial LPG cylinders) કિંમતોમાં વધારો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો
સરકારે 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં (commercial LPG cylinders) 105 થી 108 રૂપિયાનો વધારો કર્યો છે. તે જ સમયે, 5 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં પણ 27 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, ઘરેલુ LPG સિલિન્ડરના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.
આ પણ વાંચો:મોંધવારી નો વધુ એક મારો, વ્યાપારી સિલિન્ડરની કિંમતોમાં 43.50 રૂપિયાનો વધારો કરાયો
14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો નથી
ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે સબસિડી વિના 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો નથી. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓઈલ કંપનીઓએ જાન્યુઆરીમાં ગેસના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જોકે ડિસેમ્બરમાં બે વખત રૂપિયા 50-50નો વધારો જોવા મળ્યો હતો. બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ સબસિડી વગરના 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો, જોકે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની (commercial LPG cylinders) કિંમતમાં 191 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:શું તમને LPGમાં સબસિડી મળી રહી છે, LPGની કિંમત કેમ વધી?
LPG પર 5 ટકા અને કોમર્શિયલ પર 18 ટકા જીએસટી
LPG પર 5 ટકા GST વસૂલવામાં આવે છે, જેમાં 2.5 ટકા કેન્દ્રીય ખાતામાં જાય છે અને 2.5 ટકા રાજ્યના ખાતામાં જાય છે. આનો અર્થ એ થયો કે પ્રતિ સિલિન્ડર કેન્દ્ર અને રાજ્યના ખાતામાં 19.20 રૂપિયા જાય છે. કોમર્શિયલ ગેસ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે, જેમાંથી 9 ટકા કેન્દ્રીય ખાતામાં અને 9 ટકા રાજ્યના ખાતામાં જાય છે. એટલે કે પ્રતિ સિલિન્ડર કેન્દ્ર અને રાજ્યના ખાતામાં 124.70 રૂપિયા જાય છે.