ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sri Lankan cabinet resigns: જનતાના ભારે વિરોધ વચ્ચે શ્રીલંકાના તમામ કેબિનેટ પ્રધાનોએ આપ્યા રાજીનામા - શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ જાહેર

આર્થિક સંકટનો સામનો (Sri lanka crisis) કરી રહેલા શ્રીલંકામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ભારે જનતાના વિરોધને જોતા શ્રીલંકાના મંત્રીમંડળના તમામ પ્રધાનોએ સામૂહિક રીતે રાજીનામું (Sri Lankan cabinet resigns) આપી દીધું છે.

Sri Lankan cabinet resigns: જનતાના ભારે વિરોધ વચ્ચે શ્રીલંકાના તમામ કેબિનેટ પ્રધાનોએ આપ્યા રાજીનામા
Sri Lankan cabinet resigns: જનતાના ભારે વિરોધ વચ્ચે શ્રીલંકાના તમામ કેબિનેટ પ્રધાનોએ આપ્યા રાજીનામા

By

Published : Apr 4, 2022, 9:15 AM IST

કોલંબો:શ્રીલંકાના કેબિનેટ પ્રધાનો, અપંગ આર્થિક સંકટ (Sri lanka crisis) સામે લડતા, રવિવારે મોડી રાત્રે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું હતુ. દેશના શિક્ષણ પ્રધાન અને ગૃહના નેતા દિનેશ ગુણવર્દનેએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટ પ્રધાનોએ શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને તેમના રાજીનામા (Sri Lankan cabinet resigns ) સુપરત કર્યા છે. તેમણે સામૂહિક રાજીનામાનું કોઈ કારણ આપ્યું નથી. જોકે, રાજકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વિદેશી હૂંડિયામણના ભંડારમાં ઘટાડો થવાને કારણે સર્જાયેલી આર્થિક કટોકટી અંગે સરકારના કથિત ગેરવહીવટને કારણે પ્રધાનો ભારે દબાણ હેઠળ હતા.

આ પણ વાંચો:IND AND AUS TRADE AGREEMENT : ભારત અને ઓસ્ટ્રેલિયાએ સંબંધો વધારવા માટે આર્થિક સહયોગ અને વેપાર કરાર પર કર્યા હસ્તાક્ષર

શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ જાહેર:કર્ફ્યુ હોવા છતાં, સાંજે વ્યાપક દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ (Sri Lankan cabinet resigns ) કરી રહ્યા છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સરકારે શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે (4 એપ્રિલ) સવારે 6 વાગ્યા સુધી 36 કલાકનો કર્ફ્યુ પણ લાદ્યો હતો.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ: શ્રીલંકાની સરકારે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. દેશમાં સરકાર વિરોધી દેખાવો પહેલા, દેશવ્યાપી જાહેર કટોકટી અને 36 કલાકના કર્ફ્યુની ઘોષણા સાથે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધ હટાવવા અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટોકટોક, સ્નેપચેટ, વ્હોટ્સએપ, વાઇબર, ટેલિગ્રામ અને ફેસબુક મેસેન્જરની સેવાઓ 15 કલાક પછી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ સેવાઓ સંપૂર્ણ અથવા આંશિક રીતે અવરોધિત કરવામાં આવી હતી.

લોકોને એકઠા થવાથી રોકવામાં આવ્યા: અગાઉ, 'કોલંબો પેજ' અખબારે અહેવાલ આપ્યો હતો કે, કલાકોના પાવર કટ વચ્ચે ખોરાક, આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને દવાઓની અછતથી પીડિત લોકોને રાહત આપવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં આ પગલાનો ઉદ્દેશ્ય હતો. લોકોને એકઠા થવાથી રોકવામાં આવ્યા હતા. સાયબર સિક્યોરિટી અને ઈન્ટરનેટ વોચડોગ નેટબ્લોક્સે રવિવારે શ્રીલંકામાં મધ્યરાત્રિ પછી ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, વાઈબર અને યુટ્યુબ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે.

સરકારની નિષ્ફળતા સામે રવિવારે પ્રદર્શન:શ્રીલંકાના મોટા નેટવર્ક ઓપરેટર્સ ડાયલોગ, શ્રીલંકા ટેલિકોમ, મોબિટેલ, હચ આ પ્રતિબંધના દાયરામાં છે. સમગ્ર અથવા આંશિક રીતે અસરગ્રસ્ત સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સમાં Facebook, Twitter, YouTube, Instagram, TalkTalk, Snapchat, WhatsApp, Viber, Telegram અને Facebook Messenger નો સમાવેશ થાય છે. દરમિયાન, દેશમાં લોકોએ આર્થિક સંકટનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતા સામે રવિવારે પ્રદર્શન કર્યું. ખરેખર, લોકો કલાકો સુધી વીજ કાપ અને આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો:પાકિસ્તાન આર્મી ચીફ બાજવાએ કહ્યું, "ભારત સાથેના તમામ વિવાદો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા જોઈએ"

આવશ્યક ચીજવસ્તુઓની અછત: નોંધપાત્ર રીતે, શ્રીલંકા તેના ઇતિહાસમાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાય સપ્તાહોથી દેશના લોકો ઈંધણ અને રાંધણ ગેસ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની સાથે અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે. રાજપક્ષેએ તેમની સરકારના પગલાનો બચાવ કરતા કહ્યું કે, વિદેશી વિનિમય કટોકટી તેમના દ્વારા બનાવવામાં આવી ન હતી અને આર્થિક મંદી મોટાભાગે રોગચાળાને કારણે હતી.

ABOUT THE AUTHOR

...view details