મુંબઈઃપશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ ચૂંટણી 2022ને (President Election 2022) લઈને એક બેઠક યોજી છે, જેમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામેલ નથી. આ બેઠક 15 જૂનના રોજ થવાની છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 સંબંધિત 'દીદી' ની બેઠકમાં હાજરી નહીં આપે ઉદ્ધવ ઠાકર - West Bengal Chief Minister Mamata Banerjee
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાષ્ટ્રપતિની ચૂંટણી 2022ને (President Election 2022) લઈને દિલ્હીમાં યોજાનારી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની બેઠકમાં ભાગ લેશે નહીં. શિવસેનાએ આ જાણકારી આપી છે.
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકર આ બેઠકમાં હાજરી નહીં આપે : શિવસેનાએ આ અંગે માહિતી આપી છે. આ બેઠકમાં કોણ હાજરીઆપશે તે અંગે હાલમાં પક્ષ દ્વારા માહિતી આપવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં હાજરી નહીં આપે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર 15 જૂને ઉદ્ધવ ઠાકરેનો એક કાર્યક્રમ પહેલાથી જ નક્કી છે, જેના કારણે તેઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં.
આ પણ વાંચો:મોદીથી પ્રભાવિત મુસ્લિમ યુવકએ ઓટો પર લગાવ્યો મોદી અને ભાગવતનો ફોટો, સમાજના લોકોએ જીવન કર્યું મુશ્કેલ
શિવસેના તેની સાથે મક્કમતાથી ઉભી રહેશે : શિવસેનાએ પણ સ્પષ્ટ કર્યું છે કે, બેઠકમાં વિપક્ષ જેને પણ પ્રમુખના નામ પર પસંદ કરશે, શિવસેના તેની સાથે મક્કમતાથી ઉભી રહેશે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, ઉદ્ધવજીને 15 જૂને દિલ્હીમાં બેઠક માટે આમંત્રણ મળ્યું છે, પરંતુ એક કાર્યક્રમ પહેલાથી જ નક્કી છે, જેના કારણે તેઓ આ બેઠકમાં જશે નહીં. તેમણે કહ્યું કે, તે દિવસે અમે અયોધ્યામાં હોઈશું. મુખ્યપ્રધાનને બદલે અમારી પાર્ટીના મોટા નેતા બેઠકમાં ભાગ લેશે.