નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના (NC) નેતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, હું ભારતના રાષ્ટ્રપતિ (Presidential Election 2022) માટે સંભવિત સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકે વિચારણામાંથી મારું નામ પાછું ખેંચું છું. તેમણે કહ્યું કે, હું માનું છું કે જમ્મુ અને કાશ્મીર એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને આ અનિશ્ચિત સમયમાં અહીંના લોકોની મદદ કરવા માટે મારા માટે અહીં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો:પાવાગઢના દર્શન બાદ મોદીએ સોમનાથને આ કારણે યાદ કર્યું, સરદાર પટેલ વિશે કહી મોટી વાત
ફારુક અબ્દુલ્લાએ કહ્યું હું મમતા દીદીનો આભારી છું :ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, મારી આગળ ઘણી સક્રિય રાજનીતિ છે અને હું જમ્મુ-કાશ્મીર અને દેશની સેવામાં સકારાત્મક યોગદાન આપવા તૈયાર છું. મારું નામ પ્રસ્તાવિત કરવા બદલ હું મમતા દીદીનો આભારી છું. મને સાથ આપનાર તમામ વરિષ્ઠ નેતાઓનો પણ હું આભારી છું.
રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 :રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં વિપક્ષ એક સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવા માંગે છે. NCP ચીફ શરદ પવારનું નામ સૌથી પહેલા સામે આવ્યું, પરંતુ તેમણે તેનો ઇનકાર કરી દીધો. આ પછી વિપક્ષની બેઠકમાં ફારુક અબ્દુલ્લાનું નામ આવ્યું હતું, પરંતુ હવે તેણે તેનો પણ ઈન્કાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ 15 જૂને રાષ્ટ્રપતિ ચૂંટણી 2022ને લઈને એક બેઠક યોજી હતી, જેમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત તેલંગાણા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાજરી આપી શક્યા ન હતા.
આ પણ વાંચો:Rahul Gandhi Attacked Modi Government : કૃષિ કાયદાની જેમ 'માફીવીર' બનીને PM મોદીને વાત માનવી પડશે યુવાનોની