રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ સદૈવ અટલ પહોંચીને અટલ બિહારી વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ - PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી(Birth anniversary of Atal Bihari Vajpayee ) વાજપેયીને તેમની જન્મજયંતિ પર અટલ સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
નવી દિલ્હી: અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર,(Birth anniversary of Atal Bihari Vajpayee ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્મારક પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર અટલ સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર (tribute to Atal Bihari Vajpayee)અટલ સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.