ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુષ્મા, જેટલી અને પંડિત ચન્નુલાલ મિશ્રાને પદ્મ વિભૂષણ, કંગના રનૌતને પદ્મશ્રી પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (ramnath kovind ) આજે રાષ્ટ્રપતિ ભવન દરબારમાં આયોજિત ભવ્ય સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 141 લોકોને વર્ષ 2020 અને 119 લોકોને 2021 માટે પદ્મ પુરસ્કાર (padma award) એનાયત કર્યા હતા.

સુષ્મા, જેટલી અને પંડિત ચન્નુલાલ મિશ્રાને પદ્મ વિભૂષણ, કંગના રનૌતને પદ્મશ્રી પુરસ્કાર એનાયત
સુષ્મા, જેટલી અને પંડિત ચન્નુલાલ મિશ્રાને પદ્મ વિભૂષણ, કંગના રનૌતને પદ્મશ્રી પુરસ્કાર એનાયત

By

Published : Nov 8, 2021, 1:32 PM IST

  • 141 લોકોને વર્ષ 2020 અને 119 લોકોને 2021 માટે પદ્મ પુરસ્કાર એનાયત
  • સુષ્મા, જેટલી અને પંડિત ચન્નુલાલ મિશ્રાને પદ્મ વિભૂષણ
  • કંગના રનૌતને પદ્મશ્રી પુરસ્કાર એનાયત

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ (ramnath kovind ) આજે વિવિધ રાજ્યોમાંથી પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરી રહ્યા હતાં. દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી (arun jetli padma vibhushan) અને સુષ્મા સ્વરાજને મરણોત્તર પદ્મ વિભૂષણ (shushma swaraj padma vibhushan )થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણ અને ફિલ્મ જગતમાં અભિનેત્રી કંગના રનૌત (kangna ranaut padma shree) અને ગાયક અદનાન સામીને પદ્મશ્રી (adnan sami padma shree )થી સન્માનિત કરવામાં આવ્યા છે.

119 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત

જણાવી દઈએ કે, આજે રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં વર્ષ 2020 માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 141 લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે જ 119 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પીવી સિંધુને પદ્મ ભૂષણ

ICMRના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક, ડૉ. રમણ ગંગાખેડકરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે હોકી ખેલાડી રાની રામપાલને પદ્મ શ્રી પુરસ્કાર 2020થી સન્માનિત કર્યા હતા. ઓલિમ્પિયન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત ચન્નુલાલ મિશ્રાને 2020 માટે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અરુણ જેટલીની પત્ની અને સુષ્મા સ્વરાજની પુત્રીને એવોર્ડ અર્પણ

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અરુણ જેટલીની પત્ની સંગીતા જેટલી અને સુષ્મા સ્વરાજની પુત્રી બંસુરી સ્વરાજને આ એવોર્ડ અર્પણ કર્યો હતો.

2020માં કોરોનાને કારણે વિતરણ થઈ શક્યું ન હતું

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પદ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. વર્ષ 2020માં કોરોનાને કારણે પદ્મ પુરસ્કારોનું વિતરણ થઈ શક્યું ન હતું, તેથી વર્ષ 2021માં બંને વર્ષના પદ્મ વિજેતાઓને એકસાથે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ આ એવોર્ડ માર્ચ-એપ્રિલમાં આપે છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે આ એવોર્ડ આપી શકાયા ન હતા.

આ પણ વાંચો:પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા, જાણો તેમના વિશે...

આ પણ વાંચો:ગુજરાત ભાજપના પ્રમુખ અને પ્રભારી બન્ને બિનગુજરાતી છે, પરપ્રાંતિયોના મુદ્દે ગુજરાતની મજાક ન કરોઃ આમ આદમી પાર્ટી

ABOUT THE AUTHOR

...view details