ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની AIIMSમાં મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયપાસ સર્જરી થવાની શક્યતા - રાષ્ટ્રપતિની બાયપાસ સર્જરી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બાયપાસ સર્જરી માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં કાર્ડિયોલોજી સર્જન ડો. એ. કે. બિસોઈકેની દેખરેખમાં રાષ્ટ્રપતિની સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રપતિની બાયપાસ સર્જરી પણ તેમની દેખરેખ હેઠળ જ એઇમ્સના ડોક્ટરોની ટીમે કરશે.

દિલ્હીની AIIMSમાં મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયપાસ સર્જરી થવાની શક્યતા
દિલ્હીની AIIMSમાં મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયપાસ સર્જરી થવાની શક્યતા

By

Published : Mar 30, 2021, 2:46 PM IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિલ્હી એઇમ્સમાં દાખલ
  • એઈમ્સ હોસ્પિટલમાં રાષ્ટ્રપતિની બાયપાસ સર્જરી કરાશે
  • ડો. એ. કે. બિસોઈકેની દેખરેખ હેઠળ કરાશે સર્જરી

આ પણ વાંચોઃરાજકોટ AIIMSના તબીબી વિદ્યાર્થીઓએ કોરોનાની રસી લીધી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હાલમાં દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે તેમની બાયપાસ સર્જરી થાય તેવી શક્યતા છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે રાષ્ટ્રપતિને છાતીમાં દુખાવો થતા તેમને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમનું રૂટિન ચેકઅપ થયું હતું. ત્યારબાદ ડોક્ટરોએ વધુ સારવાર માટે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. રાષ્ટ્રપતિ 27 માર્ચથી દિલ્હીની એઈમ્સમાં દાખલ છે.

આ પણ વાંચોઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોનાર્કનાં સૂર્યમંદિરની મુતાકાતે

PM મોદીએ રાષ્ટ્રપતિના આરોગ્ય અંગેની જાણકારી આપી

એઈમ્સના કાર્ડિયોલોજી સર્જન ડો. એ. કે. બિસોઈકેની દેખરેખ હેઠળ રાષ્ટ્રપતિની સારવાર ચાલી રહી છે. તેમની જ દેખરેખ હેઠળ એઈમ્સ હોસ્પિટલમાં રાષ્ટ્રપતિની બાયપાસ સર્જરી થાય તેવી શક્યતા છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના આરોગ્ય અંગેની જાણકારી આપી હતી. આ સાથે જ વડાપ્રધાને રાષ્ટ્રપતિ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details