- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે પહોંચ્યા
- રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું
- કોવિંદ હાર્કોર્ટ બટલર ટેકનિકલ યુનિવર્સિટીના શતાબ્દી વર્ષની ઉજવણીમાં હાજરી આપશે
કાનપુરઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)બુધવારે તેમની બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે (Ramnath Kovind Visits Uttar Pradesh)પહોંચ્યા છે. કાનપુરના ચકેરી એરપોર્ટ (Chakeri Airport in Kanpur )પર રાજ્યપાલ આનંદીબેન પટેલ( Anandiben Patel ) અને રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath )તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી વિભાગે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
રામનાથ કોવિંદ બે દિવસય મુલાકાત માટે કાનપુર પહોંચ્યા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) બુધવારે એમના બે દિવસય મુલાકાત માટે કાનપુર પહોંચ્યા છે. કાનપુરમાં તેઓ બે અલગ અલગ જગ્યાની મુલાકાત લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ એમના મિત્રોને પણ મળશે. રાષ્ટ્રપતિ ભવનથી આવેલ સૂચના અનુસાર તેઓ સર્કિટ હાઉસમાં મુલાકાત કરશે.
સાજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ વિશિષ્ટ લોકો સાથે મુલાકાત