ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને કર્યા સંબોધિત - સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને કર્યા સંબોધિત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનથી તેમનું સંબોધન અંગ્રેજી અને હિન્દીમાં સીધુ પ્રસારિત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ દેશવાસિયોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને તે સાથે ઘણી મહત્વપૂર્ણ બાબતો પણ કહી હતી.

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને કર્યા સંબોધિત
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને કર્યા સંબોધિત

By

Published : Aug 14, 2021, 9:37 PM IST

Updated : Aug 14, 2021, 10:04 PM IST

  • રવિવારે દેશમાં ઉજવાશે 75મો સ્વતંત્રતા દિવસ
  • સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન
  • સંબોધનમાં દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનથી આપણને આઝાદી મળી છે. આપણને ગાંધીજીની પ્રેરણાથી આઝાદી મળી હતી. આ સાથે દેશવાસીઓને દિકરીઓ આગળ વધે તે માટે પ્રોત્સાહન આપવા અપીલ પણ કરી હતી.

કોરોના મહામારીમાંથી હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા નથી

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ વર્ષે કોરોના મહામારીની બીજી લહેરથી દેશ હજુ સુધી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી. આપણે ઈતિહાસનો સૌથી મોટો રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. આ અભૂતપૂર્વ સંકટનો સમય હતો. ભારતે આ સમયમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હતી. આ સાથે તેમણે તમામ દેશવાસીઓને વેક્સિન લેવા માટે પણ અપીલ કરી હતી.

મેડલ મેળવનારા ખેલાડીઓને કર્યા સન્માનિત

રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ મેળવનારા ખેલાડીઓને પણ સન્માનિત કર્યા હતા. આ સાથે તેમણે કહ્યું હતું કે, આ વખતે ભારતીય ખેલાડીઓએ સૌથી વધારે મેડલ્સ મેળવ્યા છે. તેમની ઉપલબ્ધીઓ પર સમગ્ર દેશને ગૌરવ છે.

Last Updated : Aug 14, 2021, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details