ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ કોવિંદે રામાયણ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું - રામ વગરની અયોધ્યા, અયોધ્યા નહીં - રાજ્યપાલ આનંદીબેન પટેલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની ચાર દિવસની યાત્રા દરમિયાન રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા. આ શહેરના સંદર્ભમાં ભગવાન રામના મહત્વ પર ભાર મૂકતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, "રામ વગરની અયોધ્યા, અયોધ્યા નથી." જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. ભગવાન રામ આ શહેરમાં કાયમી વસવાટ કરે છે અને તેથી આ સ્થળ સાચા અર્થમાં અયોધ્યા છે.

રાષ્ટ્રપતિ કોવિંદે રામાયણ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું
રાષ્ટ્રપતિ કોવિંદે રામાયણ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું

By

Published : Aug 29, 2021, 5:50 PM IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની અયોધ્યાની મુલાકાતે
  • રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગીએ કર્યું સ્વાગત
  • રાષ્ટ્રપતિએ અયોધ્યાના વિકાસને લગતા અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું

અયોધ્યા : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે પત્ની સવિતા કોવિંદ સાથે અયોધ્યા પહોંચ્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રેલવે સ્ટેશન પર રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. અયોધ્યા પહોંચ્યા બાદ મુખ્યપ્રધાન યોગીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રામ નગરીમાં કપડાં ભેટ આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે બાદ રાષ્ટ્રપતિ સ્વાગત સ્થળ પર હાજર તમામ મહાનુભાવોને મળ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદે રામાયણ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ રામાયણ કોન્ક્લેવનું લોકાર્પણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અયોધ્યાના રામ કથા પાર્કમાં 65 દિવસ લાંબી ચાલવાવાળી રામાયણ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ 29 ઓગસ્ટથી શરૂ થશે અને 1 નવેમ્બર સુધી ચાલશે. આયોજિત કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તેમની પત્ની સવિતા કોવિંદ, રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા, રેલવે રાજ્યપ્રધાન દર્શના વિક્રમ, પ્રવાસન પ્રધાન નીલકંઠ તિવારી હાજર રહ્યા હતા.

પ્રધાનોએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અયોધ્યાના વિકાસને લગતા અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ અયોધ્યા આધારિત પોસ્ટલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની પત્ની સવિતા કોવિંદનું સ્ટેજ પર રાજ્ય સરકારના તમામ પ્રધાનોએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જાણીતા લોક ગાયિકા પદ્મશ્રી માલિની અવસ્થીએ પણ સબરી ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમોના એપિસોડમાં રામાયણ કોન્ક્લેવનું થીમ સોંગ પણ રજૂ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details