ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે, અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી - આનંદીબેન પટેલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રયાગરાજની મુલાકાતે છે ત્યારે તેઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે 11 વાગ્યે બમરૌલી એરપોર્ટ પહોંચશે. આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવશે. અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં 600 કરોડના ખર્ચે નિર્માણ થનારી હાઇકોર્ટની બહુમાળી ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે, અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે, અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી

By

Published : Sep 11, 2021, 10:54 AM IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે
  • અલ્હાબાદ હાઈકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રહેશે હાજર
  • આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રાષ્ટ્રપતિનું કરશે સ્વાગત

પ્રયાગરાજ: રાષ્ટ્રપતિ આજે પ્રયાગરાજની મુલાકાત માટે આવી રહ્યા છે. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે 11 વાગ્યે બમરૌલી એરપોર્ટ પહોંચશે. ત્યારે આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. આ સાથે દેશના મુખ્ય ન્યાયાધીશ અને કાયદા પ્રધાન કિરેન રિજિજુ અને યુપીના કાયદા પ્રધાન બ્રજેશ પાઠક પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે, અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે લગભગ 11 વાગ્યે તેમના ખાસ વિમાન દ્વારા સંગમ શહેરના બમરૌલી એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા હાઇકોર્ટની સામે આવેલા પોલો ગ્રાઉન્ડમાં લાવવામાં આવશે. મહામહિમનો કાફલો પોલો ગ્રાઉન્ડથી સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં થોડો સમય રોકાયા બાદ તેઓ હાઇકોર્ટના સ્થળ પર જશે. તેઓ હાઇકોર્ટ કેમ્પસના સ્થળ પરથી વકીલો અને નેશનલ લો યુનિવર્સિટી માટે બહુમાળી ઇમારતનો શિલાન્યાસ કરશે. આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીની પણ મુલાકાત કરાશે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ગુજરાત પ્રવાસે, 400 પોલીસ કર્મીઓ ખડેપગે

હાઇકોર્ટની બહુમાળી ઇમારતનો કરવામાં આવશે શિલાન્યાસ

ઉત્તર પ્રદેશ સરકાર અને હાઇકોર્ટ તેમજ હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં હાઇકોર્ટ બાર એસોસિએશન અને યુપી બાર કાઉન્સિલ વતી આભાર વ્યક્ત કરવામાં આવશે. કાર્યક્રમમાં 600 કરોડના ખર્ચે નિર્માણ થનારી હાઇકોર્ટની બહુમાળી ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવશે. તેમાં, વકીલો માટે 2,600 ચેમ્બર તેમજ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. બે વર્ષમાં વકીલો માટે આ બહુમાળી ઇમારતનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

સમગ્ર કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ

આ બિલ્ડિંગમાં લાઇબ્રેરી હોલ અને વકીલો માટે ઓડિટોરિયમનું નિર્માણ પણ પ્રસ્તાવિત છે. આ સાથે દેશના મુખ્ય ન્યાયાધીશ હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ આનંદ ભૂષણ શરણના તસવીરનું પણ અનાવરણ કરશે. હાઇકોર્ટમાં આયોજીત આ કાર્યક્રમમાં દેશના કાયદા પ્રધાન કિરેન રિજિજુ સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હાજરી આપશે. આ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમજ નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને કાયદા પ્રધાન બ્રજેશ પાઠક સહિત અન્ય પ્રધાનો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. અલ્હાબાદ હાઈકોર્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. આ જ કારણ છે કે સમગ્ર કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ કોવિંદ 17મી ફેબ્રુઆરીએ દમણમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરશે

રાષ્ટ્રપતિન મુલાકાત સ્થળોને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા વ્યવસ્થા

મહામહિમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થળથી એરપોર્ટ સુધી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટનાની સુરક્ષા માટે પીએસી અને અર્ધલશ્કરી દળો સાથે પોલીસને દરેક જગ્યાએ તૈનાત કરવામાં આવી છે. આ સાથે સુરક્ષા માટે ટ્રેન્ડ સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાક્રમની સુરક્ષા માટે લગભગ 4,000 સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 5 એસપી, 8 એએસપી, 36 ડીએસપી, 88 ઈન્સ્પેક્ટર, 346 સબ ઈન્સ્પેક્ટર, 1,790 કોન્સ્ટેબલ, 14 મહિલા સબ ઈન્સ્પેક્ટર, 140 મહિલા કોન્સ્ટેબલ સાથે પીએસીની 4 કંપનીઓ અને આઈટીબીપીની એક કંપની ઉપરાંત 700 ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે.

ABOUT THE AUTHOR

...view details