- છાતીના દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
- રાષ્ટ્રપતિને કાર્ડિયાક બાયપાસ સર્જરી બાદ હાલતમાં સુધારો
- ડૉકટરો અને દેખરેખ રાખનારાઓનો આભાર માન્યો હતો
નવી દિલ્હી:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે કહ્યું હતું કે, કાર્ડિયાક બાયપાસ સર્જરી પછી તેમની હાલતમાં સુધારો આવી રહ્યો છે. તેમણે, ડોકટરો અને ધ્યાન રાખનારાઓનો આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, દેશ-વિદેશના લોકો અને નેતાઓના સંદેશાઓથી તેઓ અભિભૂત થયા છે. જેમાં, તેઓ જલ્દી સ્વસ્થ થવાની કામના કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, "આ માટે શબ્દો દ્વારા આભાર વ્યક્ત કરવો ખૂબ મુશ્કેલ છે."
આ પણ વાંચો:નેપાળના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદના સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી
સર્જરીથી તબિયતમાં સુધાર
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ કોવિંદની મંગળવારે નવી દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) માં કાર્ડિયાક બાયપાસ સર્જરી કરાઈ હતી. રાષ્ટ્રપતિ ભવનના ટ્વિટમાં કહ્યું છે કે, બાયપાસ સર્જરી પછી મારી હાલતમાં સુધારો થઈ રહ્યો છે. ડૉકટરો અને દેખરેખ રાખનારાઓનો આભાર."